Bhavnagar: મનપાની સામાન્ય સભામાં ભારે બબાલ, શાસક પક્ષ કેમ બહાર નીકળી ગયો ?

Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે રાજકીય ડ્રામા અને હોબાળા સાથે યોજાઈ. આ સભા દરમિયાન શાસક પક્ષના સભ્યોએ વિપક્ષના પ્રશ્નોને રોકવા સામાન્ય પ્રશ્નો પૂછી સમય બગાડ્યો. આનાથી કંટાળેલા વિપક્ષના સભ્યોએ હોબાળો કર્યો, જેના પરિણામે શાસક પક્ષના સભ્યો સભામાંથી બહાર નીકળી ગયા. શાસક પક્ષના બહિષ્કાર બાદ વિપક્ષના પાંચ સભ્યોએ બોર્ડની કાર્યવાહી ચલાવી અને સામાન્ય સભાના 19 એજન્ડાને સર્વસંમતિથી મંજૂર કર્યા. સભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિપક્ષે મેયરને બુકે આપી વિરોધ નોંધાવ્યો, જોકે મેયર તેમની ચેમ્બરમાં જતા રહ્યા.

કરચલીયાપરાનો મુદ્દો

સભા દરમિયાન કરચલીયાપરા વિસ્તારના મુદ્દે ગરમાગરમ ચર્ચા થઈ. વિપક્ષે આક્ષેપ કર્યો કે આ વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે, જેની અનેક વખત રજૂઆત કરવા છતાં શાસક પક્ષે કોઈ પગલાં લીધા નથી. આ મુદ્દે શાસક પક્ષના નગરસેવકોએ મીડિયા સામે ખુલ્લેઆમ આ પ્રવૃત્તિઓની વાત સ્વીકારી હતી. આ ઘટનાને પગલે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ શાસક પક્ષના નગરસેવકોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું, પરંતુ સત્તાના ડરથી તેઓ ત્યાંથી ઝડપથી નીકળી ગયા. શાસક પક્ષે બહુમતીના જોરે તમામ બિલો પાસ કરી દીધા, જેનો વિપક્ષે તીવ્ર વિરોધ કર્યો.

વિપક્ષનો આક્ષેપ

વિપક્ષે શાસક પક્ષ પર નગરજનોના મુદ્દાઓને અવગણવાનો અને જાહેર સમસ્યાઓનું નિરાકરણ ન લાવવાનો આરોપ લગાવ્યો. સભાનો હોબાળો અને શાસક પક્ષનું બહિષ્કાર ભાવનગરની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના બાદ શહેરના રાજકીય વર્તુળોમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેનો તણાવ વધુ ગાઢ બન્યો છે.

અહેવાલ : નીતિન ગોહેલ

આ પણ વાંચો:

jammu thar video: થાર ચાલકે સ્કૂટર સવાર વૃદ્ધને ટક્કર મારી, પછી રિવર્સ કાર ચલાવી કચડી નાખવાનો કર્યો પ્રયાસ

Gandhinagar: દેશનું સૌથી મોટું ડિજીટલ અરેસ્ટ કાંડ, ભેજાબાજોએ વૃદ્ધ મહિલા તબીબ પાસેથી 19.25 કરોડ રૂ. પડાવ્યા

Rajkot: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના સ્ટાફનું ગેરવર્તન, સિંગર મીરા આહિરે લગાવ્યા ગંભીર આક્ષેપ

Gujarat Rain Forecast: ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ, IMD દ્વારા ભારે વરસાદની આગાહી

UP: મહિલા હોસ્પિટલમાં સારવાર માટે ગઈ, કમ્પાઉન્ડર રુમમાં ઈજેક્શન મારવા લઈ ગયો, પછી કર્યું એવું કૃત્ય કે જાણી ચોંકી જશો!

  • Related Posts

    Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
    • September 21, 2026

    Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

    Continue reading
    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
    • September 21, 2026

    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

    • September 22, 2026
    • 3 views
    Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

    SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

    • September 22, 2026
    • 5 views
    SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

    UP Gvt. School Gaurav Bharti FIR: યુપીમાં સરકારી સ્કૂલની સ્થિતિનો વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે FIR, ‘ખામીઓ બતાવવી ગુનો છે?’ સરકાર સામે સવાલ

    • September 22, 2026
    • 5 views
    UP Gvt. School Gaurav Bharti FIR: યુપીમાં સરકારી સ્કૂલની સ્થિતિનો વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે FIR, ‘ખામીઓ બતાવવી ગુનો છે?’ સરકાર સામે સવાલ

    Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

    • September 21, 2026
    • 5 views
    Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

    Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

    • September 21, 2026
    • 8 views

    • 11 views
    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ