
Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભર ચોમાસે પીવાનુ પાણી ના મળતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને પાણી આપો પાણી આપોની માંગ સાથે સોસાયટીની મહિલાઓ પ્રાંતિજ પાલિકા ખાતે દોડી આવી હતી અને પાલિકા સંકુલ મા માટલા ફોડી વિરોધ કર્યો હતો ત્યારે રજુઆત કરવા આવેલ મહિલાઓની રજુઆત સાંભળવા વાળુ કોઇ હોય ના મહિલાઓએ પાલિકાને તાળુ માળ્યુ હતુ.
પ્રાંતિજમાં ભર ચોમાસે પાણીની તંગી
મળતી માહિતી મુજબ પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તારમા આવેલ વૃંદાવન પાર્ક સોસાયટી મા છેલ્લા ત્રણ દિવસ થી પીવાનુ પાણી ના મળતા પાલિકા મા રજુઆત પણ સમસ્યાનો હલ ના આવતા દોડી આવેલ સોસાયટીની મહિલાઓએ પ્રાંતિજ પાલિકા સંકુલ મા માટલા ફોડી વિરોધ કર્યો હતો જો કે, પાલિકામા રજુઆત કરવા પોહચેલી મહિલાઓની રજુઆત કોઇ સાંભળવાવાળુ ના હોય કોઇ જવાબદાર અધિકારી ના હોય પાલિકા મા દોડી આવેલ મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.
મહિલાઓએ પ્રાંતિજ પાલિકાને માળ્યુ તાળુ
રોષે ભરાયેલી મહિલાઓએ પ્રાંતિજ પાલિકાને તાળુ માર્યુ હતુ ત્યારે આ અંગે પ્રાંતિજ પાલિકા દ્રારા પ્રાંતિજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને પાલિકા સંકુલમા પાણી માટે વિરોધ કરી રહે મહિલાઓને ડીટેઇન કરી હતી.
મહિલાઓને પોલીસ દ્રારા ડીટેઇન કરાઈ
પ્રાંતિજ પાલિકામા નિયમિત વેરા ભરવા છતાય પાલિકા દ્રારા પ્રાથમિક સુવિધા પીવાનુ પાણી ના આપતા રજુઆત કરવા આવેલ મહિલાઓને પોલીસ દ્રારા ડીટેઇન કરવામા આવતા સોસાયટી ના રહીશોમાં પણ પ્રાંતિજ પાલિકા તથા પ્રાંતિજ પોલીસ સામે રોષ જોવા મળ્યો હતો.
અહેવાલ : ઉમંગ રાવલ