
સૈફ અલી ખાન(Saif Ali Khan) પર હુમલો કરનાર મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહઝાદનનું રિકન્ટ્રક્શન કરવા પોલીસ લઈ ગઈ હતી. આરોપીને સૈફ અલી ખાનના ઘરે લઈ જઈ કેવી રીતે હુમલો કર્યો તે જાણવા માટે ઘટનાને ફરીથી રીક્રીએટ કરી હતી.
પછી પોલીસ આરોપીને તેને નેશનલ કોલેજ બસ સ્ટોપ પર લઈ ગઈ હતી. ત્યાથી પોલીસ શહઝાદને બાંદ્રા રેલ્વે સ્ટેશન લઈ ગઈ અને ત્યાં પણ ક્રાઈમ સીન ફરીથી બનાવવામાં આવ્યો હતો. આ પછી પોલીસ આરોપીને બાંદ્રા પોલીસ સ્ટેશન પરત લાવી હતી. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય સૈફ અલી ખાન પરના હુમલાની સંપૂર્ણ સત્યતા જાણવા અને આરોપીઓ વિરુદ્ધ યોગ્ય પુરાવા એકત્રિત કરવાનો હતો.
પોલીસને 19 ફિંગરપ્રિન્ટ્સ મળ્યા
સૈફ અલી ખાન પરના હુમલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમે તાજેતરમાં મુખ્ય આરોપી શરીફુલની ધરપકડ કરી હતી અને 20 જાન્યુઆરીએ ખુલાસો કર્યો હતો કે તે બાંગ્લાદેશમાં એક કુસ્તીબાજ હતો. શરીફુલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેની પૂછપરછ કરી ઘટનાને રિક્રિએટ કરાઈ હતી. જેમાં ઘણી ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. મુંબઈ પોલીસને ગુનાનાઓના સ્થળેથી શરીફુલના 19 ફિંગરપ્રિન્ટ્સ મળ્યા છે જેની તપાસ ચાલી રહી છે.
પોલીસને આ પુરાવા સૈફના ઘરના બાથરૂમની બારી, ડક્ટ શાફ્ટ, સીડી, બાલ્કની અને બાથરૂમમાંથી મળ્યા, ઉપરાંત શરીફુલ સૈફના ઘરમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે જે સીડીઓનો ઉપયોગ કરતો હતો તે સીડીઓમાંથી પણ ફિંગર પ્રીન્ટ મળી આવી.
ફિંગરપ્રિન્ટ્સ મેચ મેચ ન થયા
મુંબઈ પોલીસે બાદમાં રાજ્ય અને રાષ્ટ્રીય ડેટાબેઝ સાથે આ ફિંગરપ્રિન્ટ્સ તપાસ્યા, પરંતુ મેચ થતાં નથી. તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “કે લૂંટારો બહારનો હોઈ શકે છે અને કદાચ બાંગ્લાદેશી નાગરિક હોઈ શકે છે, કારણ કે ત્યાંથી મોટી સંખ્યામાં લોકો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરે છે.”
આ પણ વાંચોઃ US President Donald Trump: ટ્રમ્પના શપથ ગ્રહણ પછી વિશ્વભરના નેતાઓ શું કહી રહ્યા છે?