Sambarkantha Water Problem: ખેડબ્રહ્મામાં જનતાને પાણી માટે વલખાં, સંપ વરસાદી પાણીમાં ગરકાવ 

અહેવાલઃ ઉમંગ રાવલ

Drinking Water Problem in KhedBrahma: તાજેતરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરીજનોને ચોમાસાની ઋતુમાં પીવાના તેમજ વપરાશ માટેના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. એક જ રાતમાં 12થી 15 ઇંચ જેટલા ખાબકેલા વરસાદને લઈ ખેડબ્રહ્મા પાલિકાનો પાણીનો સંપ વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો. તેને પગલે સંપની મોટરો સહિત 25 લાખ લીટરના પાણીના સંપમાં નદી નાળા સહિત ગટરના પાણી ભરાઈ જવાને પગલે સાફસફાઈ સહિત ઇલેક્ટ્રિક મશીનરી ખરાબ થઈ જતાં સ્થાનિકોને પાણી માટે ભારે પરેશાની સર્જાઈ છે.

ખેડબ્રહ્મા શહેર વચ્ચેથી પસાર થતી હરણાવ નદી પાસે કરોડો રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા બનાવાયેલ મુખ્ય પાણીના સંપમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. 25 લાખ લીટર પાણીનું સંગ્રહ કરતા સંપમાં નદી, નાળા, સહિત ગટરોના પાણી ભરાઈ જવાને પગલે સંપમાં રહેલા ઇલેક્ટ્રિક સાધનો સહિત સંપમાં ભારે નુકસાન થવા પામ્યું છે. છેલ્લા ચાર દિવસ કરતાં વધુ સમયથી ખેડબ્રહ્મા નગરપાલિકાના મોટાભાગના રહેણાક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે જેને પગલે હાલના સમયે સ્થાનિકો ટેન્કરો થકી પાણી ભરવા મજબૂર બન્યા છે.

પાલિકાતંત્રની બેદરકારી

પાલિકાતંત્રની બેદરકારીને પગલે સ્થાનિક રહીશો ધરકામ સહિત વપરાશ માટેનુ પૂરતું પાણી ન મળવાને કારણે મોટાભાગના વિસ્તારોમાં જરૂરિયાત માટે ખર્ચ થકી ટેન્કરો લાવી પાણી મેળવી રહ્યા છે. જોકે સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે ખેડબ્રહ્મા શહેરી વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાંથી જ અતિશય ભારે વરસાદ બાદપણ સ્થાનિક લોકો પાણી માટે સ્થાનિકો સાથે ઝઘડા કરી જરૂરિયાત કરતા ખૂબ ઓછું પાણી ટેન્કર થકી મેળવી રહ્યા છે.ત્યારે આવનાર દિવસોમાં પાલિકા દ્વારા સ્થાનિક રહીશોને પીવા તેમજ વપરાશ માટેના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા સાથે સાથે પાણીના નળમાં રાબેતા મુજબ પાણી મળે તે પ્રમાણેની આજી જી પણ કરી રહ્યા છે.

કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા પાણીના સંપમાં વરસાદી પાણી ભરાઈ ગયું

એક તરફ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ પાણીના મુખ્ય સંપમાં વરસાદી પાણી ભરાઈ જવાને પગલે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે. જોકે આ મામલે તાજેતરમાં નવીન વરાયેલ નગરપાલિકા પ્રમુખે વહીવટી શાસન દરમિયાન બનાવેલી દિવાલ મામલે જણાવ્યું હતું કે બે લાખ રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન દિવાલ બનાવી હતી જે તૂટતા હાલમાં પાણી બંધ છે

સાથોસાથ પાણી બંધ હોવાથી સ્થાને શહેરીજનોને તકલીફ પડે છે, ત્યારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ હાલમાં પ્રોટેકશન દિવાલ સહિત સંપના સમારકામ મામલે કામગીરી હાથ ધરાય છે તેમજ ટૂંક સમયમાં ખેડબ્રહ્મા શહેરની પૂર્વવત પાણી આપવા તંત્ર કામે લાગ્યું છે.

સ્થાનિકો વચ્ચે પાણીના ટેન્કર બાબતે બબાલ

જોકે હાલમાં ખેડબ્રહ્મા વિસ્તારમાં પાણીની તકલીફ સર્જાયા બાદ મોટાભાગના દરેક લોકો ફરી એકવાર ટેન્કરથી પાણી લેવા મજબૂર બન્યા છે તેમજ ટેન્કર લેવા જતા સ્થાનિક કક્ષાએ વ્યાપક ઝઘડાઓ પણ વધ્યા છે. પાણીના મામલે ખેડબ્રહ્મા નગરપાલિકા વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે વહીવટી શાસનકાળ દરમિયાન થયેલા મોટાભાગના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયું છે જેનું જીવતું જાગતું ઉદાહરણ સંપ તેમજ પ્રોટેક્શન દિવાલ છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ સમગ્ર દિવાલ ધોવાઈ ગઈ છે. જોકે પ્રારંભે જ વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાનું ખુલ્યું છે ત્યારે જોઈએ રહેશે કે વહીવટી શાસનકાળમાં બનેલા કામો કેટલા યથાવત રહે છે.

આ પણ વાંચો:
 

Related Posts

Ahmedabad: હોસ્પિટલમાં આસારામના સમર્થકોની મીડિયાકર્મીઓ સાથે મારામારી, દર્દીઓ ધક્કે ચઢ્યા
  • August 18, 2025

Ahmedabad: અમદાવાદ ખાતે આસારવા સિવિલ હોસ્પિટલમાં રવિવારે સવારે 10:45 વાગ્યે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકો…

Continue reading
Asam: આસામ સરકારે અદાણીને 1875 એકર જમીન આપી, ન્યાયાધીશે જે કહ્યું તે બન્યું ચર્ચાનો વિષય
  • August 18, 2025

Asam:આસામની હિમંત બિસ્વા શર્માની સરકારે અદાણી ગ્રુપને 1875 એકર (3000વિઘા અથવા 81 મિલિયન ચોરસ ફૂટ) જમીન આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે આસામ હાઈકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

  • August 18, 2025
  • 5 views
UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

  • August 18, 2025
  • 4 views
UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

  • August 18, 2025
  • 4 views
UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

  • August 18, 2025
  • 12 views
Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

GST News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

  • August 18, 2025
  • 16 views
GST  News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?

  • August 18, 2025
  • 22 views
visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?