
- સનમ તેરી કસમ ફિલ્મની ફરીએકવાર ભવ્ય રજૂઆત
- ફિલ્મે સિનેમાં ઘરોમાં ધૂમ મચાવી
- કરોડોની કમાણી કરી
Rerelease Sanam Teri Kasam: હર્ષવર્ધન રાણે અને માવરા હુસૈનની રોમેન્ટિક-ડ્રામા ‘સનમ તેરી કસમ’ બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચ્યો છે. 2016 રિલિઝ થઈ આ ફિલ્મને ફરી રિલિઝ કરવામાં આવી છે. રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા સપ્તાહના અંતે કરોડો રૂપિયાની જંગી કમાણી કરી છે. અને સોમવારે પણ તેનું સારું પ્રદર્શ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, માત્ર 4 દિવસમાં તેણે 9 વર્ષ પહેલાની તેની કમાણી કરતાં બમણો વ્યવસાય કર્યો છે.
બીજી તરફ, ક્રિસ્ટોફર નોલાનની IMAX રી-રિલીઝ ‘ઇન્ટરસ્ટેલર’ પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આ બંને ફિલ્મો ભારતીય બોક્સ ઓફિસ પર નવી રિલીઝ થયેલી ફિલ્મો કરતાં વધુ સારો વ્યવસાય કરી રહી છે.
‘સનમ તેરી કસમ’ ફિલ્મે 9 વર્ષ પહેલા કરી હતી આટલી કમાણી?
રાધિકા રાવ અને વિનય સપ્રુ દ્વારા દિગ્દર્શિત ‘સનમ તેરી કસમ’ 9 વર્ષ પહેલાં 5 ફેબ્રુઆરી 2016 ના રોજ રિલીઝ થઈ હતી. જો કે તે સમયે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. રસપ્રદ વાત એ છે કે, તે સમયે વેલેન્ટાઇન વીક હતો. જેના કારણે ફિલ્મ ફ્લોપ સાબિત થઈ અને તેણે ત્યારે 9.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ હવે 9 વર્ષ પછી, ગયા શુક્રવારે રિલીઝ થયા પછી, તેણે પહેલા 4 દિવસમાં જ 18.50 કરોડ રૂપિયાનું ચોખ્ખું કલેક્શન કર્યું છે.
પાકિસ્તાની અભિનેત્રીએ આ ફિલ્મથી કર્યું હતુ ડેબ્યૂ?
તમને જણાવી દઈએ કે પાકિસ્તાની અભિનેત્રી માવરાએ ફિલ્મ ‘સનમ તેરી કસમ’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તે સમયે, ફિલ્મ ફ્લોપ જવાને કારણે, માવરાને ભારતમાં પણ બહુ ઓળખ મળી ન હતી. પરંતુ હવે ફિલ્મ ફરીથી રિલીઝ થયા પછી, ફિલ્મની સાથે માવરાની સુંદરતાના પણ વખાણ થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Gujarati Movie: મને ખબર જ નથી પડતી કે તારા વગર હું શું કરીશ: હિતુ કનોડિયા, જુઓ વિડિયો