
■સંજય સિંહે ‘આપ’ના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજની ટ્વીટને શેર કરતા લખ્યું કે, ‘BJP વોટ ચોર છે,PM મોદી તેમના મુખ્ય નેતા છે!’
AAP Leader Sanjay Singh on Election Result: દિલ્હી નગર નિગમની યોજાયેલી 12 બેઠકોની પેટાચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના ભાગે માત્ર ત્રણ બેઠકો આવતા પાર્ટીએ વોટચોરીનો આક્ષેપ લગાવ્યો છે.
મહત્વનું છે કે આ પેટાચૂંટણી ભાજપ માટે ખૂબજ મહત્ત્વપૂર્ણ મનાતી હતી, કારણ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ ભાજપ માટે પ્રથમ મોટી ચૂંટણી હતી.
આમ આદમી પાર્ટીએ કરેલા આક્ષેપ મુજબ અશોક વિહાર બેઠક પર તેમના ઉમેદવાર જીતી ગયા હોવા છતાં અહીં રિકાઉન્ટિંગ કરાવવામાં આવ્યુ અને ભાજપને વિજેતા જાહેર કરાયા છે.
આ વાતથી ‘આપ’ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ ગુસ્સામાં છે અને તેઓએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ‘મુખ્ય ચોર આયુક્ત’ કહ્યા હતા.
તેમણે ટ્વીટ કરી દેશના મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) જ્ઞાનેશ કુમારને ‘મુખ્ય ચોર આયુક્ત’ ગણાવતા મામલો બરાબરનો ગરમાયો છે.
સંજય સિંહે ‘આપ’ના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજની ટ્વીટને શેર કરતા લખ્યું કે, ‘BJP વોટ ચોર છે, પીએમ મોદી તેમના મુખ્ય નેતા છે.’
સૌરભ ભારદ્વાજે અશોક વિહાર બેઠક પર ગેરરીતિનો આરોપ અને કહ્યું કે, ‘અશોક વિહાર બેઠક આમ આદમી પાર્ટી જીતી હતી પણ ગોલમાલ કરવામાં આવી છે,પહેલા કહ્યુ કે આ વેબસાઇટ પરનું પરિણામ છે, હવે કહી રહ્યા છે કે રિકાઉન્ટિંગમાં ભાજપ જીત્યું છે. આવું કેવી રીતે થઈ શકે?’
દિલ્હીના પૂર્વ CM આતિશીએ પણ ચૂંટણીમાં ગેરરીતિ ગણાવી ‘લોકશાહી સાથે ચેડાં’ કરવાનો ભાજપ પર આક્ષેપ કરી જનાદેશ ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.
MCDની 12 વોર્ડની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(BJP) એ સાત બેઠકો પર, આમ આદમી પાર્ટી(AAP) એ ત્રણ, અને કોંગ્રેસ તથા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક એ એક-એક બેઠક પર જીત નોંધાવી છે.આમ,દિલ્હીમાં રાજકારણ ગરમાયુ છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!






