
Anil Ambani : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ અનિલ અંબાણીની કંપની RCom ની કરોડોની લોનને ફ્રોડ જાહેર કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ( SBI) અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) ના લોન ખાતાને “ફ્રોડ” જાહેર કર્યું છે અને તેના ભૂતપૂર્વ ડિરેક્ટર અનિલ અંબાણીનું નામ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ને રિપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. SBI ની છેતરપિંડી ઓળખ સમિતિએ શોધી કાઢ્યું કે RCom અને તેની પેટાકંપનીઓને બેંકો પાસેથી કુલ રૂ. 31,580 કરોડની લોન મળી હતી, જેમાં ભંડોળના ઉપયોગમાં અનિયમિતતાઓ હતી. શું સરકાર આની વધુ તપાસ કરશે, શું આ સમગ્ર મામલો રાજકીય રીતે જોડાયેલો છે? આ મુદ્દાઓ પર હિમાંશુ ભાયાણીએ વિશ્લેષણ કર્યું છે તેના વિશે ધ ગુજરાત રિપોર્ટ પર જણાવ્યું હતું.
અનિલ અંબાણીની કંપનીની લોન ફ્રોડ જાહેર થવા પર હિમાશું ભાયાણીનું વિષ્લેષણ
મહત્વનું છે કે, જ્યારે સામાન્ય માણસ લોન લે છે તો તેની પાસેથી પૈસા કઢાવવા માટે અનેક પ્રકારના પ્રયાસો અને કાર્યવાહી કરવામા આવે છે પરંતુ મોટા ઉદ્યોગપતિઓ બેંક પાસેથી લોન લઈને કરોડોની છેતરપિંડી કરે છે તેમ થતા તેમના સામે કોઈ પગલા લેવાતા નથી ત્યારે અનિલ અંબાણીની કંપનીના લોનનો ફ્રોડ ક્યારથી શરુ થયો અને અત્યારે કેમ આ સામે આ સમગ્ર મામલે હિમાશું ભાયાણીએ માહિતી આપી હતી.
અનિલ અંબાણીના વકીલે શું કહ્યું હતું ?
અનિલ અંબાણીના વકીલે જણાવ્યું હતું કે આરકોમના લોન ખાતાઓને ફ્રોડ જાહેર કરવાનો એસબીઆઈનો આદેશ આઘાતજનક અને એકતરફી છે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પણ ઉલ્લંઘન કરે છે. વકીલે કહ્યું હતું કે એસબીઆઈનો આદેશ સુપ્રીમ કોર્ટ અને મુંબઈ હાઈકોર્ટના વિવિધ નિર્ણયો સાથે આરબીઆઈની માર્ગદર્શિકાનું સીધું ઉલ્લંઘન છે. પત્રમાં, વકીલે કહ્યું હતું કે એસબીઆઈએ લગભગ એક વર્ષથી કારણ બતાવો નોટિસની અમાન્યતા અંગે અંબાણીના સંદેશાવ્યવહારનો જવાબ આપ્યો નથી. વકીલે કહ્યું હતું કે એસબીઆઈએ અંબાણીને તેના આરોપો સામે દલીલો રજૂ કરવા માટે વ્યક્તિગત સુનાવણીની તક પણ આપી નથી. તેમણે કહ્યું હતું કે અંબાણી કાનૂની સલાહ અનુસાર આ મામલાને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહેશે…
મામલો અત્યારે જ કેમ સામે આવ્યો ?
અનિલ અંબાણીની કંપનીનો આ મામલો અત્યારે જ કેમ સામે આવ્યો? શું કોઈ રાજકીય ખેલનો ભાગ છે રાજકારણમાં તેની શું અસર થઈ શકે છે ? શું અનિલ અંબાણીના બહાને બીજા કોઈને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. જાણવા માટે જુઓ વીડિયો…