ICC ચેમ્પિયન ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં બીજો મોટો બોમ્બ વિસ્ફોટ; 9 લોકોના મોત

  • World
  • March 5, 2025
  • 0 Comments
  • ICC ચેમ્પિયન ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં બીજો મોટો બોમ્બ વિસ્ફોટ; 9 લોકોના મોત

પાકિસ્તાન અને યુએઈમાં સંયુક્ત રીતે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો રમાઈ રહી છે તો બીજી તરફ મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. તે છતાં કટ્ટરવાદીઓ અશાંતિ ફેલાવવા અને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવા માટે પોતાની નાપાક હરકતો કરી રહ્યા છે. પાકિસ્તાનમાં વધુ એક મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. ખૈબર પખ્તૂનખ્વાંમાં બન્નૂ આર્મી કેન્ટોનમેન્ટના બહારના વિસ્તારમાં બે ભીષણ બોમ્બ વિસ્ફોટ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લેતા આતંકીઓ સાથે ભારે અથડામણની સ્થિતિ સર્જાઈ છે. આ હુમલો પૂર્વાયોજિત હોવાનું અનુમાન છે.

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર સુરક્ષાદળો અને હુમલાખોરો વચ્ચે સર્જાયેલી અથડામણમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા હતા અને 35 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ આતંકી હુમલા પાછળ જૈશ ઉલ ફુરસાન સંગઠનનો હાથ હોવાની જાણકારી સામે આવી રહી છે. આ સંગઠન પાકિસ્તાની સૈન્યના ગઠબંધન હાફિઝ ઉલ બહાદુરનો હિસ્સો રહે છે અને તાજેતરમાં જ આ સંગઠને ટીટીપી સાથે હાથ મિલાવ્યા હતા.

અહેવાલ અનુસાર આતંકીઓએ બે કાર બોમ્બનો ઉપયોગ કર્યો હતો જેથી સુરક્ષાદળોનું ધ્યાન ભટકાવી શકાય. તેના પછી તાત્કાલિક ટારગેટેડ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલો રમઝાન મહિનામાં રોઝા ખોલવા માટે ઈફ્તારની તાત્કાલિક બાદ કરવામાં આવ્યા હતા. અહીં આર્મી કેન્ટના સુરક્ષા બેરિયર પર હુમલો કરાયો હતો. આ હુમલામાં 5 થી 6 આતંકીઓ સામેલ હોવાની જાણકારી મળી હતી.

Related Posts

Iran War: ઈરાનનો નકશો બદલી ટુકડા કરી નાખીશું! ટ્રમ્પની ખુલ્લી ધમકી! સામે ઇરાને પણ કહ્યું” મરી જઈશું પણ ઝુકીશું નહિ!”
  • March 8, 2026

Iran War: અમેરિકા-ઇઝરાયલ સંયુક્ત રીતે ઇરાન પર એકધારો બૉમ્બમારો અને હુમલો કરી રહયા છે યુદ્ધના નવમા દિવસે ઇઝરાયલે ઇરાનના તેલ ભંડાર સલગ્ન હુમલા શરૂ કર્યા છે, ઇઝરાયલી મીડિયા વાયનેટ અનુસાર,…

Continue reading
Donald Trump: અમેરિકાના નાણામંત્રી બેસેન્ટે કહ્યું, ભારત એક સારો “કલાકાર” દેશ છે! અમે કહીએ તેટલુ જ કરે! રશિયન તેલ પણ અમારા કહેવાથી જ ખરીદી શકશે!!
  • March 8, 2026

Donald Trump: ભારતના નિર્ણય ટ્રમ્પ લેતા હોવાનું વારંવાર સામે આવતા છેલ્લા ઘણાજ સમયથી ભારતની વિશ્વભરમાં ભારે ફજેતી થઈ રહી છે ત્યારે ફરી એકવાર અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે ભારપૂર્વક કહ્યું કે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: એક સમયના કટ્ટર “મોદી વિરોધી” મોઢવાડીયા અચાનક “મોદી ભક્ત” કેમ બની ગયા? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 8, 2026
  • 6 views
Modi: એક સમયના કટ્ટર “મોદી વિરોધી” મોઢવાડીયા અચાનક “મોદી ભક્ત” કેમ બની ગયા? જુઓ ખાસ વિશ્લેષણ

UP NEWS: શંકરાચાર્ય વિરુદ્ધ ફરિયાદ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર ચાલતી ટ્રેનમાં હુમલો; ટોયલેટમાં છુપાઈ જતા જીવ બચ્યો!

  • March 8, 2026
  • 10 views
UP NEWS: શંકરાચાર્ય વિરુદ્ધ ફરિયાદ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર ચાલતી ટ્રેનમાં હુમલો; ટોયલેટમાં છુપાઈ જતા જીવ બચ્યો!

Iran War: ઈરાનનો નકશો બદલી ટુકડા કરી નાખીશું! ટ્રમ્પની ખુલ્લી ધમકી! સામે ઇરાને પણ કહ્યું” મરી જઈશું પણ ઝુકીશું નહિ!”

  • March 8, 2026
  • 10 views
Iran War: ઈરાનનો નકશો બદલી ટુકડા કરી નાખીશું! ટ્રમ્પની ખુલ્લી ધમકી! સામે ઇરાને પણ કહ્યું” મરી જઈશું પણ ઝુકીશું નહિ!”

Donald Trump: અમેરિકાના નાણામંત્રી બેસેન્ટે કહ્યું, ભારત એક સારો “કલાકાર” દેશ છે! અમે કહીએ તેટલુ જ કરે! રશિયન તેલ પણ અમારા કહેવાથી જ ખરીદી શકશે!!

  • March 8, 2026
  • 11 views
Donald Trump: અમેરિકાના નાણામંત્રી બેસેન્ટે કહ્યું, ભારત એક સારો “કલાકાર” દેશ છે! અમે કહીએ તેટલુ જ કરે! રશિયન તેલ પણ અમારા કહેવાથી જ ખરીદી શકશે!!

College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!

  • March 7, 2026
  • 9 views
College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું  ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!

Trump: અમેરિકાએ કહ્યું “ભારતની રિફાઇનરીઓમાં તેલ સ્ટોક કરો!”ક્યાંક તેનો ઉપયોગ અમેરિકા માટેતો નહિ થાયને? જાણો, રસપ્રદ વિશ્લેષણ

  • March 7, 2026
  • 9 views
Trump: અમેરિકાએ કહ્યું “ભારતની રિફાઇનરીઓમાં તેલ સ્ટોક કરો!”ક્યાંક તેનો ઉપયોગ અમેરિકા માટેતો નહિ થાયને? જાણો, રસપ્રદ વિશ્લેષણ