Shakti Cyclone: ‘શક્તિ’ વાવાઝોડું 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ કરશે ધારણ, ગુજરાતને કેટલો ખતરો?

Shakti Cyclone : અરબ સાગરમાં વાવાઝોડું સર્જાયું છે. ડિપ્રેશનથી શરૂ થયેલું આ વાવાઝોડું હવે ‘શક્તિ’ નામથી ઓળખાયું છે અને તે નલિયાથી 290 કિલોમીટર દૂર જન્મ્યું છે. હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાથી આશરે 240 કિલોમીટરના અંતરે આ વાવાઝોડું કલાકની 12 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે.

અરબ સાગરમાં સર્જાયું વાવાઝોડું

વૈજ્ઞાનિકોના મતે, આ વાવાઝોડું વધુ તાકાતવાન બનીને ગુજરાતના કાંઠાક્ષેત્ર તરફ વળી શકે છે, જેનાથી ચિંતાનો વાતાવરણ ગાઢ થઈ ગયો છે.દ્વારકાના કાંઠે વાવાઝોડાની પહેલી હલચલ દ્વારકાના દરિયાકાંઠે પહેલેથી જ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. તીવ્ર પવનના વાદળોમાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે અને સમુદ્રમાં ખતરનાક કરંટ વહેતા જોવા મળે છે. આ બધું દર્શાવે છે કે ‘શક્તિ’ વાવાઝોડું કિનારાના વિસ્તારોને લપેટામાં લઈ રહ્યું છે.

વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે

કચ્છ નજીક અરબ સાગરમાં આ વાવાઝોડું સર્જાયું છે ત્યારે વાવાઝોડું નલિયાથી 290 દૂર અરબ સાગરમાં રચાયું છે. આ વાવાઝોડું ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયાં બાદ હવે તે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું અરબ સાગરમાં જ આગળ વધશે અને ફરી ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા છે.

માછીમારોને દરિયામાં ન જવાની સુચના

તંત્રએ તરત જ કડક પગલાં લીધા છે, દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તારોમાં માછીમારી પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો છે. માછીમારોને દરિયામાં ન જવાની સખત સૂચના આપવામાં આવી છે.આગળ જતા, કાંઠાના ગામડાઓને અલર્ટ કરી દેવાયા છે અને જરૂર પડે તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. તટવર્તી વિસ્તારોમાં રહેતા લોકોને દરિયા તરફ ન જવાની ચેતવણી આપી છે, જેથી કોઈ જીવનને જોખમમાં ન પડે.પોરબંદર પર પણ મંડાર્યો વાવાઝોડાનો સાયો’શક્તિ’ વાવાઝોડાની અસર પોરબંદરના સમુદ્રમાં પણ પહોંચી ગઈ છે. અહીંના દરિયાઈ ગામડાઓને સાવધાન કરવામાં આવ્યા છે, ખાસ કરીને માછીમારોને સમુદ્રમાં ન જવાની અપીલ કરાઈ છે. જે માછીમારો ફિશિંગ માટે બહાર ગયા હોય, તેઓને તાત્કાલિક પરત ફરવાની સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં કરંટની હિલચાલ વધી ગઈ છે, જે વાવાઝોડાની નજીક આવવાનું સંકેત આપે છે.

લોકોને તંત્રની અપીલ

આ સમયમાં તંત્રે જનતાને અપીલ કરી છે કે, ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરો. માત્ર સરકારી જાહેરાતો અને વિશ્વસનીય સમાચારોને જ આધાર બનાવો. દરિયા કાંઠાથી દૂર રહો અને તંત્રના સૂચનાઓનું કડક પાલન કરો આ તમારી અને તમારા પ્રિયજનોની સુરક્ષા માટે જરૂરી છે.આ વાવાઝોડું અરબ સમુદ્રમાં જ મજબૂત થઈને ગુજરાત તરફ વળશે તેવી આગાહી છે, તેથી તમામને સાવધાન રહેવાનો સમય આવ્યો છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 6 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 6 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”