
SIR: ગુજરાતમાં SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (Special Intensive Revision (SIR)ની કામગીરી દરમિયાન મતદાર યાદીમાં સામેલ મતદારોની ચકાસણી વખતે ચૂંટણી પંચ દ્વારા હવે મોટા મોટા છબરડા સામે આવી રહયા છે,ત્યારે વડોદરામાં ભવાનીકુંજ સોસાયટી નામની આખે આખી સોસાયટીજ યાદીમાંથી ગાયબ થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે.
વડોદરામાં ભવાનીકુંજ સોસાયટીચૂંટણી પંચની યાદીમાં ગાયબ થઈ ગઈ જતા તંત્રની લાપરવાહીનો મોટો છબરડો સામે આવ્યો છે.
ગુજરાતમાં વર્ષ 2002ની મતદાર યાદીના આધારે થયેલા SIR સર્વે દરમિયાન અનેક ક્ષતિઓ સામે આવી છે.
SIR કામગીરીમાં મુખ્યત્વે ઘૂસણખોરી અટકાવવાનો હેતુ છે ત્યારે સવાલ થાય કે શું વડોદરાની એક આખી સોસાયટી જ ઘુસણખોરીમાં સામેલ હશે?
ચૂંટણી પંચે સોસાયટીને જ યાદીમાં ગાયબ કરી નાંખી હોવાની ઘટના સામે આવતા SIRની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.ગુજરાતમાં આવા અનેક છબરડા થયા હશે જે તપાસનો વિષય છે
ત્યારે વડોદરાની ભવાનીકુંજ સોસાયટીના મામલાની વિગતવાર ચર્ચા અત્રે પ્રસ્તુત છે.
આપ કોમેન્ટ કરી પોતાના વિચાર વ્યક્ત કરશો જુઓ વિડીયો
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો





