
- હિમાચલમાં હિમવર્ષાના કારણે વહેતી થઈ બરફની નદી; 200 રોડ-રસ્તા બંધ; જાણો શું રાજ્યની સ્થિતિ
હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રોડ-રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તો ઉત્તરાખંડમાં પણ હિમવર્ષાના કારણે ગ્લેશિયર તૂટ્યા પછી ફસાયેલા લોકોને રિસ્ક્યૂ કરવાનું કામ ચાલી રહ્યું છે. બરફથી ઢંકાયેલા રોડ સાફ કરતી વખતે હિમશિલા તૂટી પડતાં 57 લોકો તેની નીચે દબાઈ ગયા હતા. તેમાંથી 49 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારે સ્નેફોલ વચ્ચે રેસ્ક્યૂ કામ હાથ ધરવામાં આવ્યું છે, હજું આઠ લોકોને બચાવવાની ક્વાયત હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ કુલ્લુ-મનાલી સહિતના વિસ્તારોમાં ખુબ જ ભયંકર રીતે હિમવર્ષા થઈ રહી છે. સાથે જ વરસાદે જીવનને વધારે અસહ્ય બનાવી દીધું છે.
તો સોશિયલ મીડિયા ઉપર ગો હિમાચલ નામના એક્સ હેન્ડલે હિમાચલમાં બરફવર્ષાના કારણે બરફની નદી વહેંતી થઈ હોવાનો વીડિયો શેર કર્યો છે, જે ખુબ જ ખતરનાક હોવાની સાથે-સાથે જોવામાં અહ્લાદક પણ લાગી રહી છે. આ વીડિયોના કેપ્શનમાં હિમાચલ પ્રદેશના ટીંડીમાં નદીમાં પાણીને બદલે બરફ વહે છે. મને ખબર નથી કે હિમાચલમાં કુદરત શું વ્યક્ત કરી રહી છે.
Snow flows like a river instead of water in river at Tindi, Himachal Pradesh. I don’t know what nature is expressing in Himachal. pic.twitter.com/S8pXJWcWtW
— Go Himachal (@GoHimachal_) February 28, 2025
શુક્રવારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે ભૂસ્ખલન થયું. આના કારણે રાજ્યના મુખ્ય રસ્તાઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો ખોરવાઈ ગયા હતા. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેશે. હિમવર્ષા અને વરસાદને કારણે રાજ્યમાં 200 થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેમાં કુલ્લુ, લાહૌલ-સ્પિતિ, કિન્નૌર, ચંબા અને શિમલા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.
હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ
Today’s video of Manali Himachal Pradesh pic.twitter.com/B7VZB7y22g
— Go Himachal (@GoHimachal_) February 28, 2025
હિમાચલ પ્રદેશનું આકાશ આગામી થોડા દિવસો સુધી ગાઢ વાદળોથી ઢંકાયેલું રહેશે. હવામાન વિભાગે લાહૌલ-સ્પિતિ, કિન્નૌર, ચંબા, કુલ્લુ, શિમલા, મંડી, સિરમૌર અને કાંગડા જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં હિમવર્ષાને કારણે શુક્રવારે રેલ, હવાઈ અને માર્ગ વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને મોટાભાગના ભાગો બરફથી ઢંકાયેલા હતા.
આ પણ વાંચો- ઘરોમાં ઘૂસ્યા પાણી! કુલ્લુ-મનાલીમાં વરસાદ અને હિમવર્ષા વચ્ચે સંઘર્ષમય જીવન- જૂઓ વીડિયો
પંજાબ અને હરિયાણામાં તાપમાનમાં ઘટાડો
આ સાથે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલન, માટી ધસી પડવા અને પથ્થર પડવાના બનાવો પણ નોંધાયા છે. મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ જેવા પર્યટન સ્થળો સહિત ખીણના ઊંચા વિસ્તારોમાં મધ્યમથી ભારે બરફવર્ષા થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો- શાંતિમંત્રણા કરવા બેસેલા ટ્રમ્પે અચાનક પકડી ગરમી; અશાંતિ ફેલાઈ ગઈ