સૈનિકોને મળી મોબાઈલ કનેક્ટિવિટી, ગલવાન, સિયાચીન ગ્લેશિયરમાં ઈન્ટરનેટ વાપરી શકશે | galwan

  • India
  • April 19, 2025
  • 0 Comments

5G Connectivity in galwan Valley: ગલવાન ખીણ અને સિયાચીન ગ્લેશિયર જેવા વિશ્વના સૌથી ઊંચા અને સૌથી દુર્ગમ યુદ્ધક્ષેત્રોમાં હવે 5G કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખ, પશ્ચિમ લદ્દાખ અને સિયાચીન ગ્લેશિયરના આગળના સ્થળોએ દૂરના સરહદી ગામડાઓને સશક્ત બનાવવા માટે આ સુવિધા પૂરી પાડી છે. જેથી નજીકના ગામડાંના લોકો પણ આ કનેક્ટિવિટીનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે સિયાચીન ગ્લેશિયર જેવા વિસ્તારમાં મોબાઈલ કનેક્ટીવીટી ચાલુ કરવી એ કઠિન કામ છે. કારણ કે અહીં ખૂબ જ બરફ પડે છે. આ બરફમાં સૈનિકો ફરજ બજાવે છે. જેથી તેમને પરિવાર સાથે પણ વાત કરવા મળતી ન હતી. જે બાદ આ મોબાઈલ કનેક્ટિવિટી શરુ કરાઈ છે.

ભારતીય સેનાના જણાવ્યા અનુસાર પ્રથમાવાર દૌલત બેગ ઓલ્ડી (DBO), ગલવાન, ડેમચોક, ચુમાર, બટાલિક, દ્રાસ અને સિયાચીન ગ્લેશિયર જેવા વિશ્વના કેટલાક સૌથી દુર્ગમ વિસ્તારોમાં તૈનાત સૈનિકોને હવે વિશ્વસનીય 4G અને 5G મોબાઇલ કનેક્ટિવિટીની સુવિધા મળશે.

ચીન સાથે અથડામણ થયા બાદ સેવા બંધ હતી

ગલવાનમાં ચીની સૈનિકો સાથેની અથડામણ બાદ મોબાઇલ સેવા બંધ કરવામાં આવી હતી, હવે 4G-5G કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં આવી છે, સૈનિકો વીડિયો કોલ કરી શકશે.

સૈનિકોનું મનોબળ વધશે

મોબાઈલ કનેક્ટીવીટી મળવાથી સૈનિકોનું મનોબળ વધ્યું છે. જેનાથી તેઓ તેમના પરિવારો અને પ્રિયજનો સાથે જોડાયેલા રહી શકે છે. ખાસ વાત એ છે કે વર્ષ 2020 માં ચીન સાથે ગલવાન ખીણમાં થયેલી અથડામણ દરમિયાન પૂર્વી લદ્દાખમાં મોબાઇલ કનેક્ટિવિટી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું હતું પરંતુ ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીન સાથે થયેલી વાતચીત પછી પૂર્વી લદ્દાખને અડીને આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પરિસ્થિતિ સ્થિર છે. આવી સ્થિતિમાં, સેનાએ LAC ના આગળના સ્થળોએ 4G અને 5G સુવિધાઓ શરૂ કરી છે.

સિયાચીન ગ્લેશિયર પર 5G મોબાઇલ ટાવરની સ્થાપના એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ પહેલ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા અને સંકલ્પશક્તિ દર્શાવે છે. સ્થાનિક લોકોએ આ પહેલનું ખૂબ કૃતજ્ઞતા સાથે સ્વાગત કર્યું છે. મોબાઇલ કનેક્ટિવિટી હવે દૂરના સમુદાયો માટે જીવનરેખા બની ગઈ છે, જે સમાવેશ, તક અને ગૌરવને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચોઃ

Earthquake: અફઘાનિસ્તાન આવેલા ભૂકંપની ભારત અને પાકિસ્તાન અસર?

મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad

‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela

Delhi માં ‘લેડી ડોન’ ઝિકારાનો ‘આતંક’, 17 વર્ષિય કિશોરની હત્યામાં હાથ!, હિંદુઓએ માંગી મદદ!

Related Posts

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!
  • October 27, 2025

ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી અટકાવવા માટે, દેશની બે સૌથી મોટી બેંકો AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને એક સિસ્ટમ વિકસાવી રહી છે જે આ છેતરપિંડીને તરતજ પકડી શકે છે અને…

Continue reading
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC
  • October 27, 2025

SIR dates announce :  ભારત ચૂંટણી પંચ (ECI) દ્વારા આજે સોમવારે સાંજે લગભગ 4:15 કલાકે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દેશભરમાં મતદાર યાદીના ખાસ સઘન ફેરફાર (Special Intensive Modification – SIR)ની તારીખોની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 7 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 11 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

  • October 27, 2025
  • 7 views
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું