
Narendramodi: હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર પર ઈ.સ. 1026માં મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે.ભગવાન સોમનાથ મંદિરના 1000 વર્ષ પૂર્ણ થવાના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્વાભિમાન યાત્રા યોજાનાર છે.ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર બરાબરનું કામે લાગ્યું છે સોમનાથના ઈતિહાસમાં પ્રથમવાર અહીં બે કિલોમીટર લાંબા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી 2 કિલોમીટર સુધી યોજાનાર ‘સ્વાભિમાન યાત્રા’માં આગળ અને પાછળ 108 જેટલા અશ્નો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત જન મેદનીનું અભિવાદન ઝીલશે.આ યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જાહેરસભાને સંબોધન કરવાના છે
સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અંગે પીએમ મોદીએ એક વિશેષ બ્લોગ લખ્યો છે,જેમાં તેમણે મંદિરના પુનઃનિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે, તો બીજી તરફ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર નિશાન પણ સાધ્યું છે જોકે,સોમનાથની સખાવતે અનેક વીરોએ બલિદાન આપ્યા છે અને તેઓ ઇતિહાસ સાક્ષી છે.
વીર હમીરજી ગોહિલની વિરગાથા પણ જાણીતી છે અને દાદાના મંદિર સામેજ હમીરજી બાપુની ખાંભી અને સ્ટેચ્યુ પણ છે.જોકે,મંદિર માટે વાત કરનારા મોદી સાહેબે અનેક મંદિર તોડવી નાખ્યા છે અને તેવા આરોપ છે તે અંગે પણ કોમેન્ટ ઊઠી રહી છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલ દ્વારા કરવામાં આવેલી વિસ્તૃત છણાવટ અત્રે પ્રસ્તુત છે, જુઓ વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









