
સુરતના સરથાણથી આજે સવારે ખળભળાટ કંપારીભરી ઘટના બની છે. સામૂહિક હત્યાને અંજામ આપવાનો પ્રયાસ કરાયો છે. સરથાણ વિસ્તારમાં આવેલી સૂર્યા ટાવર સોસાયટીમાં એક યુવકે માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુ વડે હુમલો કર્યો છે. ત્યારબાદ પોતે પણ ગળે ચાકુ મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. યુવકનું નામ સ્મિત જીયાણી હોવાનું સામે આવ્યું છે. આ પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
યુવકના ઘાતક હુમલામાં પત્ની અને બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર યુવકને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘરકંકાસમાંથી કંટાળી કર્યો હુમલો!
હાલમાં સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી અનુસાર પરિવારમાં અંદરો અંદરના મનદુઃખના કારણે ઝઘડા થતાં હતા. જેને લઈ સ્મિતે ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.