
Sonia Gandhi’s Health: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની ગત રોજ તબિયત લથડતા તેમને ગુરુવારે સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સર ગંગા રામ હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ ડૉ. અજય સ્વરૂપે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને પેટ સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત હાલમાં સ્થિર છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગના નિષ્ણાત ડૉ. સમીરન નંદીની દેખરેખ હેઠળ ડૉક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. ડૉ. અજય સ્વરૂપના મતે, આજે રજા આપવામાં આવી શકે છે.
79 વર્ષીય સોનિયા ગાંધીને વધતી ઉંમરના કારણે સ્વાસ્થ્ય બગડ્યું છે. તેમને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધી સંસદના બજેટ સત્રમાં ભાગ લીધો ત્યારે પણ ઠીક હતા.
13 ફેબ્રુઆરીએ શું કહ્યું હતુ?
સોનિયા ગાંધી છેલ્લે 13 ફેબ્રુઆરીએ સંસદમાં જોવા મળ્યા હતા. સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન, તેમણે સરકારને વસ્તી ગણતરી ઝડપથી પૂર્ણ કરવા પણ કહ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે દેશના લોકો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભોથી વંચિત છે. સોનિયા ગાંધીએ યુપીએ સરકાર દ્વારા શરૂ કરાયેલા NFSA ને દેશના કરોડો લોકો માટે ખોરાક અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી એક ઐતિહાસિક પહેલ ગણાવી હતી.
સોનિયા કેમ લોકસભા ચૂંટણી ન લડાવોનો નિર્ણય લીધો હતો?
ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીએ વધતી ઉંમરને કારણે આ વખતે વર્ષ 2024 લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત, તે લોકસભાની ચૂંટણી પહેલા જ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. ત્યારબાદ, તેમના સ્થાને, રાહુલ ગાંધીએ રાયબરેલી સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી લડી અને જીત મેળવી હતી. સોનિયા ગાંધી લાંબા સમયથી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે અને રાષ્ટ્રીય સલાહકાર પરિષદ જેવા અન્ય ઘણા મહત્વપૂર્ણ પદો પણ સંભાળ્યા છે.
આ પણ વાંચોઃ UP: વિદ્યાર્થિનીઓને ઠપકો આપતાં આચાર્યને બૂકાનીધારીઓએ માર માર્યો, કરાયા હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચોઃ KOLKATA: દુર્ગાપુર એક્સપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારને અકસ્માત, પૂર્વ ક્રિકેટરનો માંડ જીવ બચ્યો
આ પણ વાંચોઃ Bhavanagar: મહિલા મુસાફરની છેડતી કરનાર રેલવેકર્મીને 2 વર્ષની કેદ, 25 હજારનો દંડ
આ પણ વાંચોઃ Gujarat Weather: આજથી ગુજરાતમાં ગરમી વધવાની આગાહી, તાપમાં તપવું પડશે