Sonia Gandhi: 79 વર્ષિય સોનિયા ગાંધીને હોસ્પિટલમાં કેમ કરાયા દાખલ? જાણો શું થયું?

  • India
  • February 21, 2025
  • 0 Comments

Sonia Gandhi’s Health: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની ગત રોજ તબિયત લથડતા તેમને ગુરુવારે સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સર ગંગા રામ હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ ડૉ. અજય સ્વરૂપે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને પેટ સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત હાલમાં સ્થિર છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગના નિષ્ણાત ડૉ. સમીરન નંદીની દેખરેખ હેઠળ ડૉક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. ડૉ. અજય સ્વરૂપના મતે, આજે રજા આપવામાં આવી શકે છે.

79 વર્ષીય સોનિયા ગાંધીને વધતી ઉંમરના કારણે સ્વાસ્થ્ય બગડ્યું છે. તેમને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધી સંસદના બજેટ સત્રમાં ભાગ લીધો ત્યારે પણ ઠીક હતા.

13 ફેબ્રુઆરીએ શું કહ્યું હતુ?

સોનિયા ગાંધી છેલ્લે 13 ફેબ્રુઆરીએ સંસદમાં જોવા મળ્યા હતા. સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન, તેમણે સરકારને વસ્તી ગણતરી ઝડપથી પૂર્ણ કરવા પણ કહ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે દેશના લોકો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભોથી વંચિત છે. સોનિયા ગાંધીએ યુપીએ સરકાર દ્વારા શરૂ કરાયેલા NFSA ને દેશના કરોડો લોકો માટે ખોરાક અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી એક ઐતિહાસિક પહેલ ગણાવી હતી.

સોનિયા કેમ લોકસભા ચૂંટણી ન લડાવોનો નિર્ણય લીધો હતો?

ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીએ વધતી ઉંમરને કારણે આ વખતે વર્ષ 2024 લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત, તે લોકસભાની ચૂંટણી પહેલા જ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. ત્યારબાદ, તેમના સ્થાને, રાહુલ ગાંધીએ રાયબરેલી સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી લડી અને જીત મેળવી હતી. સોનિયા ગાંધી લાંબા સમયથી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે અને રાષ્ટ્રીય સલાહકાર પરિષદ જેવા અન્ય ઘણા મહત્વપૂર્ણ પદો પણ સંભાળ્યા છે.

આ પણ વાંચોઃ UP: વિદ્યાર્થિનીઓને ઠપકો આપતાં આચાર્યને બૂકાનીધારીઓએ માર માર્યો, કરાયા હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચોઃ KOLKATA: દુર્ગાપુર એક્સપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારને અકસ્માત, પૂર્વ ક્રિકેટરનો માંડ જીવ બચ્યો

આ પણ વાંચોઃ Bhavanagar: મહિલા મુસાફરની છેડતી કરનાર રેલવેકર્મીને 2 વર્ષની કેદ, 25 હજારનો દંડ

આ પણ વાંચોઃ Gujarat Weather: આજથી ગુજરાતમાં ગરમી વધવાની આગાહી, તાપમાં તપવું પડશે

Related Posts

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ
  • June 18, 2026

Odisha Textbook Errors: ઓડિશામાં શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલો એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોરણ ૧ થી ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલી નવી પાઠ્યપુસ્તકોમાં ૧,૬૦૦…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 2 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 5 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 7 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 7 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 9 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • June 18, 2026
  • 7 views
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો