દક્ષિણ ગુજરાતના મુસ્લીમો ગાંધીનગરમાં કેમ પહોંચ્યા? | Gandhinagar

South Gujarat  Muslims in Gandhinagar: ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરાયેલા વક્ફ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે ક્યાય UCC પણ લાગુ થઈ જાય તેનો ડર મુસ્લીમ સમાજને સતાવી રહ્યો છે. જેથી દક્ષિણ ગુજરાતના મુસ્લીમ સમાજ UCC (યુનિફોર્મ સિવિલ કોડ)ના વિરોધમાં મેદાને ઉતર્યો છે. દક્ષિણ ગુજરાતના મુસ્લીમો સમાજના લોકો ગાંધીનગર(Gandhinagar)માં પહોંચ્યા છે. તેઓ UCCનો ભારે વિરોધ કરી રહ્યા છે. મુસ્લીમોનું માનું છે કે ‘UCC શરીયત ઇસ્લામિક કાયદાના વિરોધમાં છે’

UCCનો દક્ષિણ ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના મુસ્લીમ અગ્રણીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યા તેમણે ગાંધીનગર ડેપ્યુટી કલેક્ટરને અરજી આપી UCC સામે વાંધો ઉઠાવ્યો હતો. મુસ્લીમો કહે છે કે UCCનો કાયદો છે તે તેમના ધાર્મિક હિતો ઉપર અંકુશ લાવી રહ્યું છે તેથી આ કાયદો અમારા મુસ્લિમ ધર્મથી વિરૂદ્ધમાં છે.

સમાન નાગરિક સંહિતા (UCC) શું છે?

સમાન નાગરિક સંહિતા એ ભારતમાં એક એવી કાયદાકીય વ્યવસ્થા છે, જે ધર્મ, જાતિ, લિંગ કે સમુદાયના ભેદભાવ વિના બધા નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક અને ઉત્તરાધિકાર જેવા વ્યક્તિગત બાબતોમાં એક સમાન કાયદો લાગુ કરવાનો પ્રસ્તાવ રાખે છે. આ સંહિતા ભારતીય બંધારણના અનુચ્છેદ 44 હેઠળ રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતો (Directive Principles of State Policy)માં સમાવિષ્ટ છે, જેમાં રાજ્યને આવા સમાન કાયદાની સ્થાપના કરવા પ્રયાસ કરવા જણાવાયું છે. જોકે, આ નિર્દેશક સિદ્ધાંતો કાયદાકીય રીતે બંધનકર્તા નથી.

UCC લાવવા સરકાર કેમ મથામણ કરે છે?

લિંગ સમાનતા: મહિલાઓને લગ્ન, છૂટાછેડા અને વારસામાં સમાન હક આપવો.

રાષ્ટ્રીય એકતા: ધર્મના આધારે અલગ-અલગ કાયદાઓને બદલે એક સમાન કાયદો લાવી નાગરિકોમાં એકતાની ભાવના વધારવી.

સેક્યુલરિઝમ: ધર્મથી અલગ રહીને ન્યાયી અને સમાન કાયદાકીય વ્યવસ્થા ઊભી કરવી.

આધુનિકીકરણ: જૂની અને ભેદભાવવાળી પ્રથાઓ (જેમ કે ત્રણ તલાક, બહુપત્નીત્વ) નાબૂદ કરવી.

ભાજપ કયા ફાયદાઓ ગણાવે છે

મહિલાઓને સમાન હક, જેમ કે વારસામાં દીકરા-દીકરીને બરાબર ભાગ.જટિલ કાયદાકીય પ્રક્રિયાઓ સરળ થાય, જેનાથી ન્યાય મળવામાં સરળતા.ધર્મના આધારે ભેદભાવ ઘટે, જેમ કે હિન્દુ અને મુસ્લિમો માટે અલગ-અલગ લગ્નના નિયમો. આંતરધાર્મિક લગ્નો અને સંબંધોને કાનૂની માન્યતા મળે.

મુસ્લિમ સમાજનો વિરોધ

ધાર્મિક સ્વતંત્રતા: મુસ્લિમ વ્યક્તિગત કાયદો (શરિયા આધારિત) લગ્ન, છૂટાછેડા (જેમ કે ત્રણ તલાક, જોકે હવે ગેરકાયદે), વારસો અને નિકાહ-હલાલા જેવી પ્રથાઓને નિયંત્રિત કરે છે. UCC આ પ્રથાઓને બદલી શકે, જેને ઘણા મુસ્લિમો ધર્મના અધિકાર પર હસ્તક્ષેપ માને છે. ઉદાહરણ તરીકે, જમીયત ઉલેમા-એ-હિન્દે જણાવ્યું કે “શરિયા વિરુદ્ધ કોઈ કાયદો સ્વીકાર્ય નથી.”

આદિવાસી સમાજનો વિરોધ

રૂઢિગત કાયદાઓનું રક્ષણ: આદિવાસી સમુદાયો પાસે પોતાના રૂઢિગત કાયદાઓ છે, જે લગ્ન, વારસો અને જમીનના હકને નિયંત્રિત કરે છે. ઉદાહરણ તરીકે, મેઘાલયમાં માતૃસત્તાક સમાજમાં મહિલાઓને મિલકતનો વારસો મળે છે, જે UCCથી બદલાઈ શકે.

આ પણ વાંચો:

આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચું, ભાજપ પ્રમુખને કોણે ઉગાર્યા? | Anand

Mehsana પોલીસ વિભાગમાં કૌભાંડ!, 54 લાખમાં જે કામ થતું તે 2.85 કરોડમાં કરાવવા મથામણ, કોના ઈશારે?

વારંવાર UPI સેવા ઠપ, ATM અને BANKમાં કેશની કમી, સરકાર શું ઈચ્છે છે?

મહેશ વસાવાનું રાજીનામુ ભાજપ માટે ખોટ, ચૂંટણીમાં કરશે અસર! | Mahesh Vasava

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 8 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!