ભારતમાં સ્ટારલિંકને 20ની જગ્યાએ 5 વર્ષ માટે કરવી જોઈએ સ્પેક્ટ્રમની ફાળવણી: TRAI

  • India
  • March 14, 2025
  • 0 Comments
  • ભારતમાં સ્ટારલિંકને 20 વર્ષની જગ્યાએ 5 વર્ષ માટે કરવી જોઈએ સ્પેક્ટ્રમની ફાળવણી: TRAI

ભારતમાં એલોન મસ્કની કંપની સ્ટારલિંકને ઈન્ટરનેટ સેવા આપવા પરવાનગી આપી દેવામાં આવી છે. આ બાબતે ભારતના ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ સેટેલાઇટ બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમ અંગે એક મહત્વપૂર્ણ ભલામણ સરકારને કરી છે. TRAI ભલામણ કરી છે કે સેટેલાઇટ સ્પેક્ટ્રમ ફક્ત 5 વર્ષના સમયગાળા માટે ફાળવવામાં આવે જેથી બજારની શરૂઆતની પ્રતિક્રિયા સમજી શકાય. આ નિર્ણય એલોન મસ્કની કંપની સ્ટારલિંકના પ્રસ્તાવની વિરુદ્ધ છે, જેમાં તે 20 વર્ષ માટે સ્પેક્ટ્રમ ફાળવણીની માંગ કરી રહી છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં સરકારી સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે ટ્રાઈ હાલમાં સેટેલાઇટ સ્પેક્ટ્રમની સમયમર્યાદા અને કિંમત નક્કી કરવા અંગે કેન્દ્ર સરકારને તેની ભલામણો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. TRAIએ ભલામણ કરી છે કે સેટેલાઇટ સ્પેક્ટ્રમ 5 વર્ષના સમયગાળા માટે ફાળવવામાં આવે, જેથી બજારની શરૂઆતની પ્રતિક્રિયા સમજી શકાય. આ ઉપરાંત, ટ્રાઈ ઇચ્છે છે કે સ્પેક્ટ્રમની ફાળવણી વહીવટી રીતે થવી જોઈએ. એટલે કે હરાજીને બદલે સીધી ફાળવણી થવી જોઈએ.

આ દરમિયાન એલોન મસ્ક અને ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તાજેતરમાં એક ભાગીદારી કરી છે જેના હેઠળ સ્ટારલિંક ઉપકરણો અંબાણીના રિલાયન્સ સ્ટોર્સ પર વેચવામાં આવશે. આનાથી સ્ટારલિંકને મોટા પાયે વિતરણ સુવિધા મળશે. જોકે, સ્પેક્ટ્રમ અંગે બંને કંપનીઓ વચ્ચે મતભેદો રહ્યા છે. રિલાયન્સે ફક્ત 3 વર્ષ માટે સ્પેક્ટ્રમ ફાળવણીની માંગ કરી હતી, જ્યારે સ્ટારલિંક 20 વર્ષની પરવાનગી માંગે છે.

અન્ય કંપનીઓ શું કહે છે?

બીજી એક મોટી ભારતીય ટેલિકોમ કંપની ભારતી એરટેલે પણ ફક્ત 3-5 વર્ષ માટે સ્પેક્ટ્રમ લાઇસન્સ આપવાની ભલામણ કરી છે. રિલાયન્સે જેમ કર્યું છે તેમ એરટેલે સ્ટારલિંક સાથે વિતરણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રાઈ 5 વર્ષ માટે સ્પેક્ટ્રમ ફાળવણીની માંગ સ્વીકારવા જઈ રહ્યું છે, જેથી સમજી શકાય કે આ ક્ષેત્ર કેવી રીતે વિકાસ પામે છે. એક અધિકારીએ જણાવ્યું હતુ કે, “આનાથી બજાર ક્યારે સ્થિર થશે તે સમજવામાં મદદ મળશે, તેથી 5 વર્ષથી વધુનો સમયગાળો આપવાનો કોઈ અર્થ નથી.”

શું ફાયદો થશે?

ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, 5 વર્ષનો ટૂંકો સમય સરકારને બજારના વિકાસ મુજબ સ્પેક્ટ્રમના ભાવમાં સુધારો કરવાની તક આપશે. ટ્રાઈની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં લગભગ એક મહિનાનો સમય લાગશે, ત્યારબાદ તેને ટેલિકોમ મંત્રાલયને મોકલવામાં આવશે.

મસ્ક અને અંબાણી વચ્ચે ભાગીદારી

એલોન મસ્ક અને મુકેશ અંબાણી વચ્ચેની આ ભાગીદારી ત્યારે પ્રકાશમાં આવી છે જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં વોશિંગ્ટનમાં મસ્કને મળ્યા હતા. આ બેઠકમાં બંનેએ અવકાશ, ગતિશીલતા, ટેકનોલોજી અને નવીનતા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી.

જોકે, અંબાણીને ચિંતા છે કે તેમની ટેલિકોમ કંપની જેણે સ્પેક્ટ્રમ હરાજીમાં $19 બિલિયન ખર્ચ કર્યા હતા, તે સ્ટારલિંકને કારણે બ્રોડબેન્ડ ગ્રાહકો ગુમાવી શકે છે. ભવિષ્યમાં ડેટા અને વોઇસ ગ્રાહકોને પણ અસર થઈ શકે છે.

  • Related Posts

    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’
    • December 16, 2025

    Rana Balachoria Murder: પંજાબના મોહાલીના સોહાનામાં ચાલી રહેલી એક કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા બદમાશોએ ખેલાડી કંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બાલાચૌરિયા પર ગોળીબાર કર્યો હતો, ગોળીઓ વાગતા…

    Continue reading
    Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!
    • December 15, 2025

    Congress Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે અને આ તકે ‘વોટ ચોર ગદ્દી છોડ’ બેનર હેઠળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

    • December 16, 2025
    • 2 views
    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    • December 16, 2025
    • 4 views
    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

    • December 15, 2025
    • 6 views
    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

    Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

    • December 15, 2025
    • 7 views
    Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

    • December 15, 2025
    • 16 views
    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

    • December 15, 2025
    • 15 views
    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!