
Donald Trump: ઈરાન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ ઉભો થયો છે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે ટ્રમ્પ ફાંકા મારતા હતા કે હોર્મુઝ સ્ટ્રેટને હું ખોલાવી નાખીશ અને ઈરાનને ઘૂંટણિયે પાડી દઈશ,પણ ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટને ખોલવામાં નિષ્ફળ ગયા અને બાદમાં હાથ ઊંચા કરી કહી દીધું કે ‘હોર્મુઝ સ્ટ્રેટ અમે નહિ ખોલીએ જેને ત્યાંથી પસાર થવું હોય તે જાતેજ ફોડી લો’ ટ્રમ્પે ચોખ્ખું સંભળાવી દીધું કે અમે તો તે માર્ગનો ઉપયોગ કરતા નથી તેથી અમારે ખોલવાની જરૂર નથી.
બીજું તેઓએ ઓફર કરી કે આ માર્ગ બંધ થતાં હવે જેને તેલ જોઈતું હોયતો અમે વેચીએ છીએ ,અમેરિકા પાસેથી તેલ ખરીદો હવે દુનિયાને મુસીબતમાં મૂકી ટ્રમ્પ તો આવું કહી નીકળી ગયા પણ હવે આનો રસ્તો શુ કરવો તે ચિંતન માટે વિશ્વના દેશોની એક મિટિંગ મળી તેમાં ચર્ચા વિચારણા થઈ.
આ માટે બ્રિટને પહેલ કરી અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે એક મોટી ઓનલાઈન બેઠક યોજાઈ હતી, જેમાં 60થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરી હાજર રહ્યા હતા. બેઠકમાં વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સંકટમાં અત્યાર સુધી માત્ર ભારતના જ નાગરિકો માર્યા ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોર્મુઝ સંકટમાં અત્યાર સુધીમાં ત્રણ ભારતીય નાવિકો માર્યા ગયા છે, જેઓ બધા વિદેશી જહાજો પર કામ કરી રહ્યા હતા. ભારતે કહ્યું કે આ સમગ્ર સંકટનો ઉકેલ માત્ર વાતચીત અને શાંતિથી જ આવી શકે છે. ભારતે તમામ દેશોને અપીલ કરી કે તણાવ ઓછો કરે અને પરસ્પર વાતચીત દ્વારા માર્ગ શોધી કાઢે.
આ અગાઉ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)એ કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ તેમના નિયંત્રણમાં છે અને તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વાહિયાત નિવેદનોથી ખુલશે નહીં. આ માર્ગ ત્યારે જ ખુલશે જ્યારે તેની શરતો માનવામાં આવશે જોકે,હજુસુધી હોર્મુઝ સ્ટ્રેટ કઈ રીતે ખુલશે? તે કહેવું વહેલું હશે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








