BJP: હરેન પંડ્યા મર્ડર કેસમાં અમિત શાહ એક દિવસ ‘કઠેડા’માં હશે! ‘અમિત શાહ તો ગુંડા હૈ!’ સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા!

BJP: ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તાજેતરમાં ટ્વિટર (X) અને ઇન્ટરવ્યુમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે અમિત શાહ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે હરેન પંડ્યાની હત્યામાં અમિત શાહની જે ભૂમિકા હતી તે ક્યારેક તો બહાર આવશે જ અને તેમને કાયદાનો સામનો કરવો પડશે. સ્વામીએ અમિત શાહને “ગુંડા” કહીને પણ સંબોધ્યા છે.

આ પહેલા “પ્લાનિંગ એ હરેન પંડ્યા” ઓક્ટોબર 2022 માં, સ્વામીએ એક વિવાદાસ્પદ ટ્વિટમાં આશંકા વ્યક્ત કરી હતી કે મોદી અને શાહ તેમની પર પણ “હરેન પંડ્યા જેવો ઘાટ” (સાઇડલાઇન કરવા અથવા નુકસાન પહોંચાડવા) ઘડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જોકે, પાછળથી તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનો અર્થ હરેન પંડ્યાને ભાજપમાંથી “સાઇડલાઇન” કરવા વિશે હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની 26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે તેમની કારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ મર્ડર કેસમાં CBI એ દાવો કર્યો હતો કે 2002 ના રમખાણોનો બદલો લેવા માટે કટ્ટરપંથી મુસ્લિમ જૂથો દ્વારા આ હત્યા કરવામાં આવી હતી.

સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસના સાક્ષી આઝમ ખાને કોર્ટમાં જુબાની આપી હતી કે સોહરાબુદ્દીને તેને કહ્યું હતું કે હરેન પંડ્યાની હત્યાનો કોન્ટ્રાક્ટ પૂર્વ IPS અધિકારી ડી.જી. વણઝારાએ આપ્યો હતો હરેન પંડ્યા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ટીકાકાર માનવામાં આવતા હતા. તેમના પિતા વિઠ્ઠલભાઈ પંડ્યાએ પણ આ હત્યાને રાજકીય કાવતરું ગણાવ્યું હતું.

દરમિયાન 2011 માં ગુજરાત હાઈકોર્ટે પુરાવાઓના અભાવે CBI દ્વારા ધરપકડ કરાયેલા 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા અને CBI ની તપાસની ટીકા કરી હતી. જોકે, 2019 માં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ ચુકાદાને પલટીને આ આરોપીઓને ફરીથી દોષિત ઠેરવ્યા હતા.
જોકે,ફરી આ મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો છે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 2 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 3 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

  • September 10, 2026
  • 7 views
Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

  • September 10, 2026
  • 5 views
Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

  • September 10, 2026
  • 8 views
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર

  • September 10, 2026
  • 10 views
Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર