Iran War: ભારત હોર્મુઝ સ્ટ્રેટની નિર્ભરતા ઘટાડવા અંગોલા સાથે લાંબા ગાળાના કરાર કરશે!

  • World
  • March 31, 2026
  • 0 Comments

Iran War: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની જીદના કારણે ઈરાન યુદ્ધ હવે લાંબુ ચાલવાનું છે પરિણામે હવે વિશ્વમાં ગેસ અને તેલની ખૂબજ તીવ્ર તંગી ઉભી થતાં આર્થિક કટોકટી સર્જાઈ છે ત્યારે ભારતમાં પણ ગેસની અછત સર્જાઈ છે જેને પહોંચી વળવા માટે હવે સરકારી ઓઈલ અને ગેસ કંપનીઓ હવે નવા વિકલ્પ શોધી રહી છે.

દેશની ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ગેલ જેવી કંપનીઓએ હવે આફ્રિકન દેશ અંગોલા તરફ નજર દોડાવી છે અને સરકારી કંપની સોનાનગોલ પાસેથી LPG ખરીદવા માટે હાલમાં વાટાઘાટો શરૂ થઈ છે. આ કંપનીઓ હવે સોનાનગોલ સાથે લાંબા ગાળાનો કરાર કરવા પર વિચાર કરી રહી છે.

મહત્વનું છે કે ભારતનો 92% LPG ખાડી દેશોમાંથી આવે છે પરંતુ ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં જહાજો અટવાઈ ગયા છે જો યુદ્ધ લાંબુ ચાલ્યું અથવા ભવિષ્યમાં પણ આવુ થાયતો ભારતને તેની મોટી અસર થઈ શકે તે સાબિત થઈ ચૂક્યું છે જેથી ભારત સરકાર આ નિર્ભરતા ઘટાડવા માંગે છે. આવા સંજોગોમાં જો અંગોલા સાથે કરાર થાયતો જહાજો એટલાન્ટિક અને અરબી સમુદ્રમાંથી પસાર થઈને સીધા ભારત પહોંચશે,જેથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનું રહેશે નહીં.આમ,હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તોજ અવર જવર માંથી નીકળી જાય તો ભારતને ગેસ-તેલની હેરાફેરીમાં કોઈ ફરક પડે નહીં

બીજું કે ભારત અને અંગોલા વચ્ચે પહેલાથી જ ઓઈલ અને ગેસનો વેપાર થતો રહ્યો છે, તેથી બંને દેશો વચ્ચે વિશ્વાસ અને સપ્લાય સિસ્ટમ પહેલેથી જ સ્થાપિત છે. આ જ કારણોસર, નવી ડીલ કરવી સરળ બની જાય છે.અંગોલામાં ગેસનું ઉત્પાદન થાય છે અને ત્યાં LPG માટે જરૂરી પ્રોપેન અને બ્યુટેન પણ મળે છે, જેનાથી ભારતને સીધો ગેસ મળી શકે છે.

સપ્લાયની દ્રષ્ટિએ પણ અંગોલા સારો વિકલ્પ છે, કારણ કે દરિયાઈ માર્ગે ગેસ 12 થી 18 દિવસમાં ભારત પહોંચી શકે છે અને ત્યાં નિકાસની સારી સુવિધા પણ ઉપલબ્ધ છે. અંગોલામાં ઊર્જા ક્ષેત્ર સરકારના નિયંત્રણમાં છે, જેનાથી સરકારી સ્તરે સમજૂતી કરવી સરળ બને છે.જો ડીલ થશે તો ભારતમાં પહેલીવાર અંગોલાથી LPG આવશે

નિષ્ણાતોનું કહેવું છે કે આફ્રિકાથી ગેસ સપ્લાય10 થી 15 દિવસ વહેલો ભારત પહોંચી શકે છે. આવા સંજોગોમાં અંગોલા ભારત માટે એક સારો વિકલ્પ બની શકે છે. જો આ કરાર થાય છે, તો અંગોલા પહેલીવાર ભારતને રસોઈ ગેસ સપ્લાય કરશે.

ભારતીય કંપનીઓ LPG માટે લગભગ એક વર્ષ અને LNG માટે ઓછામાં ઓછા 10 વર્ષનો કરાર કરવા પર વિચાર કરી રહી છે.અંગોલા પાસે લગભગ 4.6 ટ્રિલિયન ક્યુબિક ફીટ નેચરલ ગેસનો ભંડાર છે અને તે પહેલાથી જ ભારતને ક્રૂડ ઓઇલ અને LNG સપ્લાય કરતો રહ્યો છે.જેથી આ ડીલમાં ફાયદો થશે અને ભારતમાં ગેસ અને તેલની સમસ્યા નહિ રહે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Trump: ઈરાન ઉપર અમેરિકન સેનાએ કર્યા મોટા હુમલા!! ખુદ ટ્રમ્પને જ ખબર નથી કે “લશ્કર ક્યાં લડે છે?”
  • March 31, 2026

Trump: ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ કહે છે કે અમે શાંતિ વાર્તા ચાલુ રાખી છે અને 6 એપ્રિલ સુધી ઈરાન ઉપર હુમલો કરવા માંગતા નથી અને બીજી તરફ તેમનું સૈન્ય સતત…

Continue reading
Iran War: દિલ્હી જવા ઉડાન ભરે તે પહેલાં ઈરાની વિમાનને અમેરિકાએ ફૂંકી માર્યું!
  • March 30, 2026

■ભારતથી દવાઓનો જથ્થો લાવવા એરપોર્ટ પર હતું જે ઉડાન ભરે તે પહેલાજ અમેરિકાએ વિમાનને નષ્ટ કરો દીધું Iran War: એક તરફ ટ્રમ્પ કહે છે કે “અમે 6 એપ્રિલ સુધી ઈરાન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: ભારતના 56 ઇંચની છાતી ધરાવતા અને પ્રામાણિક PM તરીકેની છબી “નકલી” હોવાનો દાવો! ભાજપના આ પીઢ નેતાએ કર્યા ખુલાસા!

  • March 31, 2026
  • 3 views
Modi: ભારતના 56 ઇંચની છાતી ધરાવતા અને પ્રામાણિક PM તરીકેની છબી “નકલી” હોવાનો દાવો! ભાજપના આ પીઢ નેતાએ કર્યા ખુલાસા!

Trump: ઈરાન ઉપર અમેરિકન સેનાએ કર્યા મોટા હુમલા!! ખુદ ટ્રમ્પને જ ખબર નથી કે “લશ્કર ક્યાં લડે છે?”

  • March 31, 2026
  • 5 views
Trump: ઈરાન ઉપર અમેરિકન સેનાએ કર્યા મોટા હુમલા!! ખુદ ટ્રમ્પને જ ખબર નથી કે “લશ્કર ક્યાં લડે છે?”

Iran War: ભારત હોર્મુઝ સ્ટ્રેટની નિર્ભરતા ઘટાડવા અંગોલા સાથે લાંબા ગાળાના કરાર કરશે!

  • March 31, 2026
  • 5 views
Iran War: ભારત હોર્મુઝ સ્ટ્રેટની નિર્ભરતા ઘટાડવા અંગોલા સાથે લાંબા ગાળાના કરાર કરશે!

Iran War: દિલ્હી જવા ઉડાન ભરે તે પહેલાં ઈરાની વિમાનને અમેરિકાએ ફૂંકી માર્યું!

  • March 30, 2026
  • 4 views
Iran War: દિલ્હી જવા ઉડાન ભરે તે પહેલાં ઈરાની વિમાનને અમેરિકાએ ફૂંકી માર્યું!

BJP: ભાજપના નેતા દિનુ બોઘા સોલંકીની દાદાગીરી? ભાજપમાં બે ફાંટા પડ્યા? જુઓ ખાસ અહેવાલ

  • March 30, 2026
  • 10 views
BJP: ભાજપના નેતા દિનુ બોઘા સોલંકીની દાદાગીરી? ભાજપમાં બે ફાંટા પડ્યા? જુઓ ખાસ અહેવાલ

Trump: આખરે ટ્રમ્પે કબુલ્યુ ‘ઈરાન તેલ ભંડારો’ કબ્જે કરવાનું અમારુ મુખ્ય લક્ષ છે! ઈરાને અમારો પ્રસ્તાવ સ્વીકારવોજ પડશે!

  • March 30, 2026
  • 10 views
Trump: આખરે ટ્રમ્પે કબુલ્યુ ‘ઈરાન તેલ ભંડારો’ કબ્જે કરવાનું અમારુ મુખ્ય લક્ષ છે! ઈરાને અમારો પ્રસ્તાવ સ્વીકારવોજ પડશે!