Iran War: દિલ્હી જવા ઉડાન ભરે તે પહેલાં ઈરાની વિમાનને અમેરિકાએ ફૂંકી માર્યું!

  • World
  • March 30, 2026
  • 0 Comments

■ભારતથી દવાઓનો જથ્થો લાવવા એરપોર્ટ પર હતું જે ઉડાન ભરે તે પહેલાજ અમેરિકાએ વિમાનને નષ્ટ કરો દીધું

Iran War: એક તરફ ટ્રમ્પ કહે છે કે “અમે 6 એપ્રિલ સુધી ઈરાન ઉપર હુમલો કરવાના નથી અને બીજી તરફ હુમલાઓ ચાલુ રહયા છે ત્યારે અમેરિકાએ ઈરાનના મશહદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વધુ એક મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં નોંધપાત્ર નુકસાન થયું છે. અહેવાલો દર્શાવે છે કે હુમલો થયો ત્યારે એરપોર્ટ પર એક વિમાન પાર્ક કરવામાં આવ્યું હતું. ઈરાની સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલામાં મહાન એર લાઇન્સનું નાગરિક વિમાન નાશ પામ્યું હતું. આ વિમાન દિલ્હી જવાનું હતું જ્યાંથી તે યુદ્ધ પીડિતો માટે 11 ટનથી વધુ માનવતાવાદી દવા સાથે પરત ફરવાનું હતુ જે ભારત જાય તે પહેલાજ તેને ફૂંકી મારવામાં આવ્યું હતું.

ઈરાની સૂત્રોનું કહેવું છે કે વિમાન ભારતીય નાગરિકો દ્વારા ઈરાનને મદદ કરવા માટે એકત્રિત કરવામાં આવેલી માનવતાવાદી સહાય લઈને દિલ્હી આવવાનું હતું. જોકે, વિમાન દિલ્હી પહોંચવામાં નિષ્ફળ ગયું અને એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો. ઈરાને આને રાહત અને માનવતાવાદી સહાય પર સીધો હુમલો ગણાવ્યો છે.ઉત્તરપશ્ચિમ ઈરાનમાં સ્થિત મશહદ એરપોર્ટને પણ આ મહિનાની શરૂઆતમાં યુએસ અને ઇઝરાયલી હવાઈ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું હતું.

દરમિયાન, ઇઝરાયલે તેહરાનમાં પણ હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયલે સોમવારે કહ્યું હતું કે તે સમગ્ર તેહરાનમાં લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યું છે. ઇઝરાયલની આ જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ટૂંક સમયમાં તેહરાન સાથે સોદો થઈ શકે છે તેવો દાવો કર્યાના એક દિવસ પછી આવી છે.

■ ઇરાને આઇઆરજીસી નેવી કમાન્ડરના મૃત્યુની પુષ્ટિ કરી

ઇરાને સોમવારે રિવોલ્યુશનરી ગાર્ડ નેવી કમાન્ડર અલીરેઝા તાંગસિરીની હત્યાની પુષ્ટિ કરી હતી. ઇઝરાયલે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે તેણે હવાઈ હુમલામાં તાંગસિરીને નિશાન બનાવ્યા હતા. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું હતું કે બુધવારે રાત્રે ઇઝરાયલી હવાઈ હુમલામાં તાંગસિરીનું મોત થયું હતું. રિવોલ્યુશનરી ગાર્ડ સાથે સંકળાયેલી સેપાહ ન્યૂઝ વેબસાઇટ પર જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાંગસિરીનું હુમલામાં થયેલી ગંભીર ઇજાઓથી મૃત્યુ થયું હતું.આમ,ઈરાન યુદ્ધ હવે ગંભીર રૂપ પકડી રહ્યું છે જેનાથી સમગ્ર વિશ્વમાં લાંબા ગાળાની આર્થિક સમસ્યા ઉભી થવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Student Protest Police Violence: દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન, પોલીસ કાર્યવાહી અને ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે વધતી ચર્ચા

  • July 22, 2026
  • 4 views
Student Protest Police Violence: દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન, પોલીસ કાર્યવાહી અને ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે વધતી ચર્ચા

NEET Paper Leak Protest: વિદ્યાર્થીઓના આંદોલનથી સરકારની જવાબદારી સુધી, વિશ્વસનીયતા અને લોકતંત્ર પર ઊભા થયેલા સવાલો

  • July 22, 2026
  • 4 views
NEET Paper Leak Protest: વિદ્યાર્થીઓના આંદોલનથી સરકારની જવાબદારી સુધી, વિશ્વસનીયતા અને લોકતંત્ર પર ઊભા થયેલા સવાલો

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી

  • July 22, 2026
  • 8 views
Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી

BJP Downfall: ભાજપના પતનની શરૂઆત? સરકાર સામે વધતા જનઅસંતોષ પાછળના 5 મોટા કારણો

  • July 22, 2026
  • 9 views
BJP Downfall: ભાજપના પતનની શરૂઆત? સરકાર સામે વધતા જનઅસંતોષ પાછળના 5 મોટા કારણો

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ

  • July 22, 2026
  • 6 views

  • 14 views
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા