
Strait of Hormuz: ઈરાન યુદ્ધ આજે 15મા દિવસે પણ ચાલુ રહ્યું છે અને એકબીજા ઉપર હુમલાઓનો દૌર શરૂ રહ્યો છે આ બધા વચ્ચે ભારત માટે રાહતના સમાચાર એ છે કે LPG (રસોઈ ગેસ)નો જથ્થો ભરેલું ભારતીય જહાજ ‘શિવાલિક’ ઈરાનની પરમિશન બાદ શુક્રવારે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગથી સુરક્ષિત રીતે નીકળી શક્યું હતું અને હવે તે ભારત તરફ આગળ વધી રહ્યું છે.
આ જહાજ ભારતની સરકારી કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું છે અને તેમાં 55,000 ટન LPG લઈ જવાની ક્ષમતા છે દેશમાં સર્જાયેલી ગેસ કટોકટી વચ્ચે આ જહાજનું સુરક્ષિત બહાર નીકળવું ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું પરિણામે ભારતે ઈરાનને કરેલી વિનંતી બાદ ઈરાને બે ભારતીય ગેસ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી હતી.
મહત્વનુ છે કે ન્યૂઝ એજન્સી રોયટર્સે અગાઉ દાવો કર્યો હતો કે બે ભારતીય LPG ટેન્કર ટૂંક સમયમાં હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે ભારત તરફ રવાના થશે રિપોર્ટમાં એમપણ કહેવામાં આવ્યું હતું કે ક્રૂડ ઓઇલનું એક ટેન્કર પણ 1 માર્ચની આસપાસ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યું છે અને સાઉદી અરબનું તેલ લઈને શનિવાર સુધીમાં ભારત પહોંચી જશે.
આ પહેલા ગુરુવારે સાંજે ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ કહ્યું હતું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતને સુરક્ષિત રસ્તો આપશે. તેમણે કહ્યું- ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો અને પરસ્પર વિશ્વાસ રહ્યો છે આમ,હાલ ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતના જહાજને પસાર થવાની મંજૂરી આપતા હાલ પૂરતું ગેસ અને ક્રૂડ ઓઇલ સંકટ હળવું બને તેવા સંજોગો ઉભા થતા સરકારે રાહતનો દમ લોધો છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







