
- સુનિતા વિલિયમ્સની સફળતાએ PM મોદીને શુભેચ્છા આપવા માટે કરી દીધા વિવશ
ભારતીય મૂળનાં અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સની સફળતા અને તેમના યોગદાનની ચર્ચા આજે ચારેકોર થઈ રહી છે, પરંતુ તેમની ભારતની એક યાદગાર મુલાકાતની વાત ઓછી લોકોને ખબર છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2007માં સુનીતા વિલિયમ્સ ભારત આવ્યાં હતાં અને આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને યુપીએનાં અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
2025માં જ્યારે તેઓ લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહ્યા બાદ ધરતી પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા, તે પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને એક પત્ર લખીને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ લખેલા પત્રમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરવામાં આવી, પરંતુ આ ઘટના એક જૂની યાદને તાજી કરે છે. જ્યારે 2007માં સુનીતા ભારત આવ્યાં હતાં, ત્યારે ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન તેમની અવગણના થઈ હતી. તે સમયે મુખ્યમંત્રીના રૂપમાં મોદીએ તેમને મળવાની પણ તસ્દી લધી નહતી.
તો બીજી તરફ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2007માં સુનીતા વિલિયમ્સ ભારત આવ્યાં ત્યારે તેમણે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. કેન્દ્ર સરકારે તેમની સફળતાને ઉજવી, કાર્યક્રમોનું આયોજન કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તે પછી ભારત સરકાર દ્વારા 2008માં “પદ્મ ભૂષણ”થી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
Since so much was being written about Sunita Williams chose not to flood TLs then
But these pics date back to September-October 2007, when she travelled to India and met President Smt Pratibha Patil, Prime Minister Dr Manmohan Singh and UPA Chairperson Smt Sonia Gandhi
Her… pic.twitter.com/Io70KX5xeZ
— Supriya Shrinate (@SupriyaShrinate) March 21, 2025
મુંબઈ યુથ કોંગ્રેસે પણ તેમને “રાજીવ ગાંધી એવોર્ડ” આપીને તેમનું સન્માન કર્યું. પરંતુ જે ગુજરાતમાંથી તેમનું મૂળ છે, ત્યાંની તત્કાલીન સરકારે જેનું નેતૃત્વ નરેન્દ્ર મોદી કરતા હતા. ગુજરાતની આ દીકરીનું સ્વાગત કે સન્માન કરવાનું જરૂરી ન માન્યું. શક્ય છે કે આનું કારણ તેમના પરિવારના હરેન પંડ્યા સાથેના સંબંધો હોય, પરંતુ એક ગુજરાતી તરીકે તેમની અવગણના ચોંકાવનારી હતી.
કોંગ્રેસ પ્રવક્તાએ એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે, આજે, ઘણાં વર્ષો પછી જ્યારે સુનીતા વિલિયમ્સ ફરી ચર્ચામાં છે, ત્યારે મોદીએ તેમને પત્ર લખીને શુભેચ્છા પાઠવી અને એ પણ એવા સમયે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ હજુ અંતરિક્ષ યાત્રીઓ સાથે વાત કરી નથી! આ ઘટના બે મહત્વના પાઠ આપે છે:
પહેલું, તમારી સફળતાનો ડંકો એટલો જોરથી વગાડો કે લોકો તમારી નોંધ લેવા અને તમને બિરદાવવા મજબૂર થઈ જાય. બીજું, સાચું સન્માન એ છે જે શાંતિથી અને નમ્રતાથી આપવામાં આવે તે પણ આંધરી રાષ્ટ્રીયતાના ઘોંઘાટ કે મીડિયાના ઉન્માદ વિના.
સુનીતા વિલિયમ્સની આ સફર એક પ્રેરણારૂપ છે. એક એવી મહિલાની વાત જેણે પોતાની મહેનતથી દુનિયામાં નામ કમાયું, અને જેનું સન્માન આજે પણ દરેક ભારતીય માટે ગર્વની વાત છે.
આ પણ વાંચો- કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોનો જોરદાર હંગામો, 6 મહિના માટે સસ્પેન્ડ