Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ

Surat: તાજેતરમાં સુરતના શિક્ષણક્ષેત્રેથી એક અચરજ પમાડો કિસ્સો સામે આવ્યો હતો. પુણા વિસ્તારમાં 23 વર્ષિય શિક્ષિકા તેના 11 વર્ષિય વિદ્યાર્થી સાથે ભાગી જતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે કિશોર વિદ્યાર્થી અને શિક્ષિકાને ઝડપી લેવામાં આવ્યા છે.  બંનેને શામળાજી નજીકથી ચાલુ બસે ઝડપી લઈ સુરત લવાયા છે.  હાલ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર સુરતના પૂણા વિસ્તારમાં 25 અપ્રિલે 23 વર્ષિય શિક્ષકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈ ફરાર થઈ ગઈ હતી. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે બંને પરિવારના લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા. જે બાદ પોલીસે પોલીસ તપાસ હાથ ધરી હતી.

શિક્ષિકા અને વિદ્યાર્થીને શામળાજી નજીકથી ચાલુ બસમાંથી ઝડપી લેવાયા છે. બંનેને સુરત લવાયા છે. શિક્ષિકાનો મોબાઈલ ટ્રેસ કરી ઝડપી લેવાયા છે.

ટ્યુસન ક્લાસ લેતી વખતે શિક્ષિકા વિદ્યાર્થીની પ્રેમમાં પડી

જાણવા મળી રહ્યું છે શિક્ષિકા ધોરણ 5માં ભણતાં વિદ્યાર્થીનું ટ્યુશન ક્લાસ લેતી હતી. આ શિક્ષિકા કિશોર વિદ્યાર્થીના છેલ્લા 3 વર્ષથી ક્લાસ લેતી હતી. જે દરમિયાન 23 વર્ષિય શિક્ષિકાને 11 વર્ષિય વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદ બંને એક બીજાને પસંદ કરતા હતા. વિદ્યાર્થી અને શિક્ષિકાના ઘર પણ નજીક આવેલા છે. જેથી બંનેના પરિવારના લોકો સારા સંબંધ હતા. જો કે એકાએક શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી જતાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ બંને પરિવારના સભ્યો પોલીસ મથકે પહોંચ્યા હતા.

વિદ્યાર્થીની પિતાએ નોંધાવી હતી અપહરણની ફરિયાદ

જેમાં વિદ્યાર્થીના પિતાએ સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જે બાદ વિસ્તારના પોલીસે સીસીટીવી પણ તપાસ્યા હતા. જેમાં તે કિશોરને ભગાડીને જતી જોવા મળી હતી. પોલીસ તપાસમાં જણાવા મળ્યુ  હતુ કે બંનેને સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી ફરાર થઈ ગયા હતા. તે શિક્ષિકાએ ટીકીટ પણ ઓનલાઈન બૂક માય શો એપ રજિસ્ટર કરાવી હતી.

ચાલુ બસે પોલીસે શિક્ષિકા અને કિશોરને પકડ્યા

જે બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે શિક્ષિકાનો મોબાઈલ પણ ટ્રેસ કર્યો હતો. જોકે તે બંધ હોવાથી પોલીસને સફળતાં મળી ન હતી. નસીબ જોગ શિક્ષિકા પાસે બે મોબાઈલ હતા. જેમાંથી એક ચાલુ હતો. જે બાદ પોલીસે પરિવાર પાસેથી અન્ય નંબર મેળવી લોકેશન ટ્રેસ કરતાં બંનને શામળાજી નજીકથી ચાલુ બસમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. જે બાદ તેમને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં  આવી છે.

આ પણ વાંચોઃ

Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!