
સુરત શહેરના સતત હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ડિંડોલીમાં ગત રોજ મોડી રાત્રે નજીવી બાબતેને લઈ થયેલા ઝઘડામાં એક 17 વર્ષિય બાળકની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી છે. બાળકની બાળકની હત્યા થતાં પરિવારમાં દુઃખ સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. હત્યારા વિરુધ્ધ કડક કાર્યવાહી થાય તેવી પરિવારજનોની માગ છે.
સુરતના નવાગામ ડીંડોલી ખાતે આવેલા પ્રિયંકા ટાઉનશિપમાં રહેતો અને ધોરણ 9માં અભ્યાસ કરતો 17 વર્ષીય પ્રણવ દરજી પિતા મિલનભાઈએ ઉછીના આપેલા 1 હજાર રૂપિયા લેવા માટે ઘોડિયાવાસમાં લેવા ગયો હતો. જ્યા દાણા-ચણાની લારી ચલાવતા શખ્સ પાસે 1 હજાર રૂપિયાની માંગ કરતાં લારીવાળા ગણેશ સૂર્યવંશી( ઉ.વ. 20)એ પૈસા આપ્યા ન હતા. જેથી રકઝક થઈ હતી. તે દરમિયાન 17 વર્ષીય પ્રણવ અને ગણેશ સૂર્યવંશી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં સૂર્યવંશીએ પ્રણવને બે થપ્પડ મારી દીધી હતી. આ ઘટના બાદ ગણેશ સૂર્યવંશી ત્યાંથી નાસી ગયો હતો. ત્યારબાદ પાછો આવી ચપ્પુ લઈ કિશોરને રહેંસી નાખ્યો હતો.
પ્રણવને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં જમીન પર પડી ગયો હતો. જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો પ્રણવને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયાં હતાં, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ કાર્યવાહી હા ધરી છે.
આ સમાચાર વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે જંત્રીના દરમાં રાહતનો સંકેત આપ્યો