
Surat duplicate shampoo scam: સુરતના અમરોલીમાંથી જાણિતી સેમ્પૂ કંપનીના નામે નકલી સેમ્પૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. વિશ્વમાં પ્રખ્યાત બ્રાન્ડ હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂ કંપનીના નામે ડુપ્લિકેટ બોટલને ઓનલાઇન શોપિંગ પોર્ટલ પર વેચાણ કરતા યુવકો ઝડપાયા છે. હાલ પોલીસ 2 શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ નકલી સેમ્પૂ બનાવવાનું કૌભાંડ અમરેલીના વરિયાવમાંથી ઝડપાયું છે. અહીં છેલ્લા 8 વર્ષથી તંત્રની રહેમ નજર હેઠળ નકલી શેમ્પૂ બનાવી વેચાણ કરતાં હોવાનો પર્દાફાશ થયો છે. તે પણ વિશ્વમાં જાણિતી કંપની બ્રાન્ડ હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂના નામે લોકોને વેચીં છેતરપીંડી આચરવાામાં આવી હતી. હાલ પોલીસે પોલીસે ડુપ્લિકેટ શેમ્પૂનાં 16 બોક્સ અને સ્ટિકર મળી 16.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અસલી કંપનીને જાણ થતાં નકલી કંપનીનો ભાંડો ફૂટ્યો
અમરોલી પોલીસના જણાવ્યા મુજબ, જાણીતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ હેડ એન્ડ સોલ્ડરની શેમ્પૂ કંપનીના વિક્રેતાને જાણ થઈ હતી કે અમરોલીના હિલ્ટન બિઝનેસ હબમાં બીજા માળે ઓફિસ ધરાવતાં ડેનિશ વિરાણી અને જૈમીલ ગાબાણી કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પૂને બદલે નબળી ગુણવત્તાના શેમ્પૂની બોટલ પર સ્ટિકર લગાવી ઓનલાઈન દેશભરના માર્કેટમાં વેચાણ કરી રહ્યા છે. જેથી તેમણે અમરોલી પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં અમરોલી પોલીસે છાપો મારી નકલી સેમ્પૂ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
આ પણ વાંચોઃ
Gold-silver price: સોનું પહોંચ્યુ સર્વોચ્ચ સપાટીએ, 1 લાખને સ્પર્શ કરવાથી આટલું દૂર?
Bengaluru: વિંગ કમાન્ડર અને પત્ની પર હુમલો, લોહીથી લથપથ થઈ ગયા, કમાન્ડરે શું કહ્યું?
Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!
ગુજરાત સહિત 6 રાજ્યના વિદ્યાર્થીઓ Australia નહીં જઈ શકે, હાલમાં રહેતાં વિદ્યાર્થીઓનું શું થશે?