
Surat News: સુરતમાં ગઈકાલે 5 ફેબ્રુઆરીએ માતા સાથે જઈ રહેલો 2 વર્ષોનો બાળક ખુલ્લી ગટરના મેનહોલમાં પડી ગયો હતો. તેને બહાર કાઢવા માટે આજે બીજા દિવસે પણ રેસ્ક્યૂ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે 24 કલાક બાદ બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર બાળકનું મોત થયું છે. બાળકનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો છે. મૃતદેહને હોસ્પિટલમાં ખસેડાયો છે. ન્યૂ કતારગામ વિસ્તારમાં બાળક માતા સાથે જતો હતો ત્યારે ગટરના મેનહોલમાં પડી ગયો હતો.
આ પણ વાંચોઃ Rajkot: સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસ અંગે સુપ્રિટેન્ડેન્ટએ આપ્યું નિવેદન, શું કહ્યું?