Junagadh: જૂનાગઢના બે ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા, પણ ઘીના ઠામમાં ઘી ઢળે તેવી સ્થિતિ!

  • Gujarat
  • February 6, 2025
  • 0 Comments

Junagadh News: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી રાજકીય ગતિવિધીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. એવામાં જૂનાગઢમાં કોંગ્રેસના બે ઉમેદવાર ભાજપમાં જોડાઈ જતાં ખળભળાટ મચી ગયો છે.

જૂનાગઢ મનપા ચૂંટણી પહેલાં વોર્ડ નંબર 13ના કોંગ્રેસના બે સત્તાવાર ઉમેદવારોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું કમળ પકડ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર મહેશ ગરાણિયા અને ક્રિષ્નાબેન વાઢેર ભાજપમાં જોડાઈ ગયાં છે. આ અગાઉ વોર્ડ નંબર 3, 14 અને 8માં પણ ભાજપની બિનહરીફ જીત થઈ ચૂકી છે.

જૂનાગઢમાં કોંગ્રેસના 60 ઉમેદવારોમાંથી મતદાન પહેલાં જ ભાજપના વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપની બિનહરીફ જીત થઈ છે. આ સિવાય વોર્ડ નં.12ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ છે. પરંતુ ત્યાં અન્ય ઉમેદવાર હોવાથી બેઠક બિનહરીફ થઈ નથી.

ગર્જેલા મેઘ કદી વરસતા નથી તેવી સ્થિતિ જૂનાગઢમાં

જૂનાગઢમાં કોંગ્રેસના બે ઉમેદવાર ભાજમાં જોડાઈ જવાની વાતથી જૂનાગઢની ચૂંટણીમાં ગરમાવો જરુરથી આવ્યો છે. પરંતું ગર્જેલા મેઘ કદી વરસતા નથી તેવી સ્થિતિ જૂનાગઢમાં સામે આવે તો નવાઈ નહીં. કારણ કે કોંગ્રેસની ડેમેજ કન્ટ્રોલ ટીમ દ્વારા આ બંને ઉમેદવારોને મળી આગામી રણનીતી પ્રમાણે ઘીના ઠામમાં ઘી પડી જાય તેવી પ્રબળ શક્યાતાઓ સેવાઈ રહી છે. અને સમગ્ર ડેમેજને કન્ટ્રોલ કરવા હીરા જોટવાને સમગ્ર જવાબદારી સોંપી છે. જોટવા પોતે જૂનાગઢ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમની ભાજપ સામે હાર થઈ હતી. જેથી હિરા જોટવા જૂનાગઢની રાજકારણની રગ જાણે છે. અને કોંગ્રેસે ભરોસેમંદ તેવા જોટવાને તૂટતી કોંગ્રેસને જોડવાની જવાબદારી સોંપી છે.

આ પણ વાંચોઃ Surat: 2 વર્ષનો બાળક ગટરના ખુલ્લા મેનહોલમાં પડ્યો, બીજા દિવસે રેસ્કયૂ ચાલુ, પરિવાર આઘાતમાં

આ પણ વાંચોઃ Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા? હુમલાખોરોએ શેખ મુજીબુરહમાનના ઘરને આગ ચાંપી, જુઓ વીડિયો

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 5 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 7 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 9 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

IVF Scam India: ભારતમાં ઝડપથી વધી રહેલા IVF ઉદ્યોગની કાળી હકીકત, ડીએનએ વિવાદ, ભ્રૂણ અદલાબદલી અને બિનલાયસન્સ ક્લિનિક્સ

  • June 27, 2026
  • 5 views
IVF Scam India: ભારતમાં ઝડપથી વધી રહેલા IVF ઉદ્યોગની કાળી હકીકત, ડીએનએ વિવાદ, ભ્રૂણ અદલાબદલી અને બિનલાયસન્સ ક્લિનિક્સ

Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?

  • June 27, 2026
  • 7 views
Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?

Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

  • June 27, 2026
  • 10 views
Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ