Surat Fire: સુરતના વેપારીઓને મદદ કરવા કિશોર કનાણીએ CMને પત્ર લખ્યો

  • Gujarat
  • February 28, 2025
  • 0 Comments

 Surat Fire 2025: સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીથી લાગેલી આગ 27 ફેબ્રુાઆરી બપોર સુધી કાબૂમાં લેવામાં આવી હતી. બે દિવસ સુધી લાગતી રહેલી આગમાં વેપારીઓને કોરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ આગ પર કાબુ લેવા માટે 40થી વધુ ફાયર ફાઇટર્સે 40 લાખ લિટર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ત્યારે આજે આગ કાબૂમાં આવ્યા બાદ વેપારીઓ માર્કેટમાં પહોંચ્યા છે. જ્યા જઈને પોતાની દુકાનોની સ્થિત જોઈ રહ્યા છે. જોકે બે દિવસ સુધી ભભૂકતી રહેલી આગમાં બધુ જ બળીને રાખ થઈ ગયું છે. ત્યારે હવે આ વેપારીઓને સાથે સુરત વરાછા રોડ વિસ્તારના ધારાસભ્ય કિશોર કનાણી આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વેપારીઓને મદદ કરવા માગ કરી છે.

ધારાસભ્ય કિશોર કનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જ દુઃખદ વેદનાથી જણાવવાનું કે, સુરતની શિવશક્તિ ટેક્ષટાઇલ માર્કેટમાં 25મી ફેબ્રુઆરીનાં રોજ સવારે 7 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ આગે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. જે આગ લાગ્યથી 32 ક્લાકે માંડમાંડ કાબૂમાં આવી છે.

800 દુકાનોને ભારે નુકસાન

જેમાં શહેરભરમાંથી 40 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો અને 40 થી વધુ ગાડીઓ દ્વારા 150 જેટલા ફાયર ફાઇટરો સતત પાણીનો મારો કરવામાં આવ્યો છે. આગને કારણે 800 જેટલી દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ છે. જેમાંથી 450 દુકાનો સંપૂર્ણ બળી ગઈ છે. ધુમાડામાં ગુંગળામણનાં કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

વેપારીઓને વેદનાયમ રીતે રડતાં જાયા: ધારાસભ્ય

કિશોર કનાણીએ પત્રમાં વેપારીઓની વેદનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે આ દુકાનોનાં 800 જેટલા પરિવારો પણ અચાનક આભ તૂટી પડ્યું છે. અસરગ્રસ્ત વેપારીઓને ખુબ જ દુ:ખી અને વેદનામય રીતે રડતા જોયા છે. કેટલાક વેપારીઓની જિંદગીભરની કમાણી આગમાં ખાખ થઇ રોડ ઉપર આવી જવાય તેવી પરિસ્થિતી નિર્માણ થઈ છે. દિવસ-રાત્ર ચાલેલ આ ભયાવહ આગમાં નાના-મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુક્શાન થયું છે. તે વેપારીઓ માનસિક તેમજ આર્થિક રીતે તૂટી ગયા છે. હજારો લોકોને રોજીરોટી આપતી આ સુરતની શિવશક્તિ ટેક્ષટાઇલ માર્કેટનાં વેપારીઓની રોજીરોટી છીનવાઇ ગઇ છે.

વેપારીઓને સરકાર પાસે મદદની અપેક્ષા

જેમ નાનું બાળક મુશ્કેલીમાં પ્રથમ માતા-પિતાને યાદ કરે તેમ આ અસરગ્રસ્ત વેપારીઓને સરકાર પાસે મદદની અપેક્ષા રાખી બેઠા છે. તેઓ ફરીથી વેપાર ધંધામાં ઉભા થાય અને શહેરની પ્રગતિમાં હિસ્સો બને તે માટે તેઓને પગભર કરવા આપણી સરકાર કટિબદ્ધ રહે તેવી અપેક્ષાએ સાથે સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી મારી વિનંતી છે.

 

 

આ પણ વાંચોઃ Surat Fire: અગ્નિકાંડે વેપારીઓને રડાવ્યા, જોયેલા સપ્નાઓ ચકનાચૂર, જુઓ શુ થઈ છે સ્થિતિ?

આ પણ વાંચોઃ Ambaji: અંબાજીમાં રોપ વે 6 દિવસ બંધ, પગથિયા ચઢીને જવું પડશે

આ પણ વાંચોઃ DWARKA: શિવલિંગ ચોરો ઝડપાયા, યુવતીને સ્વપ્ન આવતાં 7 શખ્સો શિવલિંગને હિંમતનગર ઉઠાવી ગયા!

આ પણ વાંચોઃ Gujarat bicycle scam: રાજસ્થાનમાં 3857માં મળતી સાયકલ ગુજરાતમાં રુ. 4444માં, હજુ વિદ્યાર્થિનીઓને નથી મળી સાયકલ

 

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

  • March 22, 2026
  • 3 views
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

  • March 22, 2026
  • 4 views
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

  • March 22, 2026
  • 10 views
Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 7 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”