
Surat: પોલીસ જનતાની સેવા માટે અને કાયદાનું રક્ષણ કરવા માટે હોય છે પરંતુ જો કાયદાના રક્ષક જ ભક્ષક બની જાય તો લોકો ક્યાં જાય? રાજ્યમાં ફરી એક વાદ ખાખીને દાગ લગાડતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક PI એ 3 મહિલાઓનું અપહરણ કર્યું હતું.
પોલીસ કમિશનરની ગેર હાજરીમાં PI એ કર્યો કાંડ
VTV ના અહેવાલ મુજબ સુરતના ઉતરાણ વિસ્તારમાં જમીન વિવાદના મામલે ગંભીર આરોપો સામે આવ્યા છે, જેમાં સ્થાનિક પોલીસ અધિકારીઓની મિલીભગતનો પર્દાફાશ થયો છે. ગુજરાત હાઇકોર્ટે સુરત પોલીસ કમિશનરને નોટિસ જારી કરી છે, જેમાં ઉતરાણ પોલીસ સ્ટેશનના પીઆઇ દિગ્વિજયસિંહ બારડ અને ઇકોસેલના પીઆઇ એન.એમ. જાડેજા પર ગંભીર આરોપો લાગ્યા છે. આરોપ છે કે તેમણે બિલ્ડરો અને જમીન માલિકોના હિતમાં કામ કરીને એક વૃદ્ધા અને તેમની દીકરી સહિત ત્રણ મહિલાઓને છેતરીને બેઘર કરી દીધી.
ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ રેકોર્ડ
20થી 24 મે દરમિયાન થયેલી આ ઘટનામાં, પોલીસે 100 નંબર પરથી કોલ આવ્યો હોવાનું બહાનું કરીને વૃદ્ધા અને તેમની દીકરીને ઘરમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ દરમિયાન, 8થી 10 લોકોએ તેમના ઘર પર ગેરકાયદેસર કબજો કરી લીધો, જે ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ રેકોર્ડ થઈ છે. આ વિવાદ 2019થી ચાલતો હોવાનું જાણવા મળ્યું છે, અને આ ઘટનામાં પોલીસે જમીનની સોપારી લઈને ગેરકાયદેસર રીતે કબજો કરાવ્યો હોવાનો આરોપ છે.
હાઇકોર્ટે કમિશનરને જવાબ રજૂ કરવા આપ્યો આદેશ
આ ઘટના ત્યારે બની જ્યારે સુરત પોલીસ કમિશનર 15 દિવસની રજા પર હતા. તેમની ગેરહાજરીમાં પીઆઇ બારડ અને જાડેજાએ આ ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ હાઇકોર્ટમાં થઈ, જેના પર હાઇકોર્ટે કડક વલણ અપનાવીને કમિશનરને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ ઘટનાએ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે, કારણ કે ન્યાય માટે પોલીસ પર આધાર રાખતી જનતા આવા કિસ્સાઓથી હચમચી જાય છે. હવે આ મામલે કમિશનર શું પગલાં લે છે, તેના પર સૌની નજર રહેશે..
આ પણ વાંચો:
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે