
Surat News: આજ 7 માર્ચે થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોંચવાના છે. જો કે તે પહેલા પોલીસની હલકી માનસિકતાં ધરાવતી ઘટના સામે આવે છે. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મોદીના કાર્યક્રમના રિહર્સલ દરમિયાન એક બાળક ભૂલથી રોડ પર સાયકલ લઇને પસાર થાય છે. ત્યારે એક પોલીસકર્મી દ્વારા બાળકને વાળ ખેંચી માર મારવામાં આવે છે. આ ઘટનનો વીડિયો વાઈરલ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.
આ ઘટનાને લઇને હિતેશ બી જાસોલિયા નામના સામાજિક કાર્યકરે ડી.જી.પી. અને ગૃહમંત્રીને ઇમેલ કરી નિર્દયતાથી બાળકને માર મારનાર પોલીસકર્મી વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.
થોડીવારમાં મોદીનું સુરતમાં થશે આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરના 1:30 વાગ્યે સુરતના એરપોર્ટ ખાતે પહોંશે ત્યાર બાદ સેલવાસ જવા રવાના થશે.
આ પણ વાંચોઃ Gujarat Politics: રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન, વર્ષોથી મડદુ થઈ પડેલી કોંગ્રેસ શું કરવા માગે છે?
ગઇકાલે પોલીસ રિહર્સલ દરમિયાન એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો એ અંગેનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે,મોરબી જીલ્લાથી બંદોબસ્ત માટે સુરત આવ્યા હતા, સુરત શહેર પોલીસે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે.ગઢવીનો રિપોર્ટ કરી એમને પરત મોરબી મોકલી આપ્યા છે
— Surat City Police (@CP_SuratCity) March 7, 2025
આપણ વાંચોઃ અકસ્માતોને લઈને નીતિન ગડકરીએ ભૂલ સ્વીકારી; કહ્યું- રોડ એન્જિનિયરિંગ અને ખામીયુક્ત આયોજન જવાબદાર
આ પણ વાંચોઃ Ahmedabad: વસાણા કેનાલમાં ખાબકેલી ગાડીમાં 1 પણ યુવકનો જીવ ન બચ્યો, ત્રીજો મૃતદેહ મળ્યો







