અકસ્માતોને લઈને નીતિન ગડકરીએ ભૂલ સ્વીકારી; કહ્યું- રોડ એન્જિનિયરિંગ અને ખામીયુક્ત આયોજન જવાબદાર

  • India
  • March 7, 2025
  • 0 Comments
  • અકસ્માતોને લઈને નીતિન ગડકરીએ ભૂલ સ્વીકારી; કહ્યું- રોડ એન્જિનિયરિંગ અને ખામીયુક્ત આયોજન જવાબદાર

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુરુવારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતમાં થઈ રહેલા અકસ્માતને લઈને નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતોનો ઉલ્લેખ કરતા પોતાના મંત્રાલયની ભૂલોનો સ્વીકાર કરતાં કહ્યું કે, ‘આ આપણા માટે સારું નથી કે ભારતમાં આપણે માર્ગ અકસ્માતો સંબંધિત ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. દર વર્ષે આપણી પાસે 4,80,000 માર્ગ અકસ્માતો અને 1,80,000 મૃત્યુ થાય છે, જે કદાચ વિશ્વમાં સૌથી વધુ છે. આમાંના 66.4% મૃત્યુ 18થી 45 વર્ષની વય જૂથના લોકોના છે અને આના કારણે GDPને નુકસાન થાય છે. GDPમાં 3%નો ઘટાડો થાય છે.’

નીતિન ગડકરીએ કહ્યું, ‘ડૉક્ટરો, એન્જિનિયરો અને સૌથી અગત્યનું પ્રતિભાશાળી યુવાનોના મૃત્યું ખરેખર આપણા દેશ માટે એક મોટી ખોટ છે. આ તમામ દુર્ઘટનાઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ દોષી સિવિલ એન્જિનિયર છે. હું દરેકને દોષ નથી આપતો, પરંતુ 10 વર્ષના અનુભવ પછી હું આ નિષ્કર્ષ પર આવ્યો છું કે સૌથી વધુ ગુનેગાર તે લોકો છે જેઓ ડીપીઆર અને હજારો પ્રોજેક્ટમાં ભૂલ કરી રહ્યા છે.’

ગ્લોબલ રોડ ઇન્ફ્રાટેક સમિટ એન્ડ એક્સ્પો(GRIS)ને સંબોધતા કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું હતું કે, ‘માર્ગ સલામતીના પગલાં સુધારવાની તાતી જરૂર છે. દેશમાં મોટાભાગના માર્ગ અકસ્માતો લોકોની નાની નાની ભૂલો, ખામીયુક્ત ડીપીઆરને કારણે થાય છે અને તેના માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવતું નથી.’

નીતિન ગડકરીએ માર્ગ બાંધકામ ઉદ્યોગને નવી ટેકનોલોજી અને રિસાયકલ કરી શકાય તેવી બાંધકામ સામગ્રી અપનાવીને માર્ગ સલામતી વધારવા માટેની વ્યૂહરચના વિકસાવવા કહ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘ભારતમાં રસ્તાઓ પર સાઇનપોસ્ટ અને માર્કિંગ સિસ્ટમ જેવી નાની વસ્તુઓ પણ ખૂબ જ ખરાબ છે.

વધુમાં તેમણે કહ્યું કે, આપણે સ્પેન, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશો પાસેથી શીખવાની જરૂર છે. ભારતમાં સૌથી ખરાબ ગુણવત્તાવાળા ડીપીઆર બનાવવામાં આવે છે. મને લાગે છે કે માર્ગ અકસ્માતમાં વધારા માટે મૂળભૂત રીતે એન્જિનિયરો જવાબદાર છે. તેથી, મુખ્ય સમસ્યા રોડ એન્જિનિયરિંગ અને ખામીયુક્ત આયોજન અને ખામીયુક્ત ડીપીઆર છે.’

આ પણ વાંચો- Ahmedabad: વસાણા કેનાલમાં ખાબકેલી ગાડીમાં 1 પણ યુવકનો જીવ ન બચ્યો, ત્રીજો મૃતદેહ મળ્યો

Related Posts

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?
  • June 28, 2026

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશના રાજકારણમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટી હલચલ જોવા મળી રહી છે. સત્તાના ગલિયારાઓમાં એવી ચર્ચાઓ છે કે શું ભાજપનું વર્ષોથી અજેય ગણાતું સામાજિક…

Continue reading
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ
  • June 27, 2026

Madras High Court: તમિલનાડુની રાજનીતિમાં લાંબા સમયથી ચાલી આવતી ધર્મ અને અનામતની ખેંચતાણ પર મદ્રાસ હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો અને કડક ચુકાદો આપ્યો છે. મદુરાઈ પીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 2 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 5 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 9 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 9 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા