
ઉતરાયણ તહેવાર પૂર્વે જ પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાનું શરુ થઈ ગયા છે. ખાસ કરી ચાઈનીઝ દોરીથી ટુવ્હિલર ચાલકો ગળા કપાઈ રહ્યા છે. સરકારે આ દોરી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં લોકો ઉપયોગ કરતાં પહેલા ડરતાં નથી. ત્યારે સુરતમાં એક યુવાનનું પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું છે. યુવકના ગળાના ભાગે 20 ટાંકા આવ્યા છે. લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો.
પ્રાપ્ત કતારગામ વિસ્તારમાં રહેતો 34 વર્ષીય રાકેશ મનોજ પરમાર બેગમપુરમાં મોટી ટોકીઝ સ્થિત સ્પોર્ટની દુકાન ચલાવે છે. ગઈકાલે રાકેશ દુકાન બંધ કરી બાઈક પર ઘરે જવા નીકળ્યો હતો. તે દરમિયાન મહિધરપુરા વિસ્તારમાં આવેલા દિલ્હીગેટ સ્થિત ડાંગી શેરી પાસેથી પસાર થતો હતો. તે વખતે રાકેશ ગાળામાં વચ્ચે પતંગનો દોરો આવતા તેનું ગળું કપાયું ગયું હતું. ત્યારબાદ તેને સ્મીમેર બાદ ખાનગીમાં ખસેડાયો હતો. જ્યાં તેને 20 ટકા આવ્યા હતા. હાલ તેની ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.