
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના થાન શહેરમાં એક હૃદયદ્રાવક અને નિંદનીય ઘટના પ્રકાશમાં આવી છે, જેણે પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. થાનમાં રહેતું એક મૂકબધિર દંપતી તેમની 11 વર્ષની એકમાત્ર દીકરી સાથે રહે છે. આ દંપતીના પિતાએ પોતાની સગી દીકરી સાથે દુષ્કર્મ જેવું જઘન્ય કૃત્ય આચર્યું, જેના પરિણામે દીકરી ગર્ભવતી બની હતી.
કયારે બની ઘટના
ઘટનાની વિગતો અનુસાર, 29 જુલાઈના રોજ દીકરીને પેટમાં દુખાવાની ફરિયાદ થતાં માતા-પિતા તેને ચોટીલાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. સોનોગ્રાફી દરમિયાન ખબર પડી કે 11 વર્ષની બાળકી 6 મહિનાથી વધુની ગર્ભવતી છે. આ ચોંકાવનારી હકીકત સામે આવતાં ખાનગી હોસ્પિટલના તબીબોએ ચોટીલા રેફરલ હોસ્પિટલને જાણ કરી, જ્યાંથી પોલીસને આ અંગે સૂચના આપવામાં આવી. થાન પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી.
પોલીસની કાર્યવાહી
થાન પોલીસ મથકના ASI જે.એસ. જાડેજાએ આરોપી પિતા સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધી. તપાસ અધિકારી PI વી.કે. ખાંટની ટીમે આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી. આરોપી મૂકબધિર હોવાથી પૂછપરછ માટે નિષ્ણાતની મદદ લેવામાં આવી રહી છે.
બળાત્કારની ઘટનાઓમાં કેમ સતત વધારો
જિલ્લામાં સગીરાઓ સાથેના અણબનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલાં જ ચોટીલા ગ્રામ્ય વિસ્તારમાં એક સગીરા ગર્ભવતી બની અને પુત્રને જન્મ આપ્યો હોવાની ઘટના સામે આવી હતી. આવી ઘટનાઓ સમાજમાં નૈતિક મૂલ્યો અને સંબંધોની પવિત્રતા પર પ્રશ્નો ઉભા કરે છે. થાન પોલીસ આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આરોપી સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
ગુજરાતમાં 2025ની દુષ્કર્મની કેટલીક નોંધપાત્ર ઘટનાઓ
આણંદમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા
વલસાડમાં 19 વર્ષની કોલેજ વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને હત્યા
ભરૂચમાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને મૃત્યુ
બનાસકાંઠામાં કોલેજ વિદ્યાર્થિની પર 16 મહિના સુધી દુષ્કર્મ
ભરૂચમાં 70 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મ
અરવલ્લીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ
મહિલાઓની સુરક્ષા પર સવાલ
હાલમાં આવી ઘટનાઓમાં ખૂબ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે મહિલાઓની સુરક્ષા પર મોટા સવાલો ઊભા થાય છે શું માનવતા મરી ગઈ છે. મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. પછી સરકારની મોટા મોટા વિકાસની અને આઝાદીની વાતો કરે છે શું કામની. મહિલાઓની સુરક્ષા માટે યોગ્ય પગલાં કેમ લેવામાં નથી આવતાં ?
આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં આઘાત અને આક્રોશ ફેલાવ્યો છે, અને લોકો આવા જઘન્ય અપરાધો સામે કડક કાનૂની પગલાંની માગણી કરી રહ્યા છે.
આ પણ વાંચો:
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?
Lumpy virus in Gujarat: ગુજરાતના પશુપાલકો માટે માઠાં સમાચાર, ફરી આવ્યો આ ખતરનાક વાયરસ