
Surendranagar, Songadh mineral theft: સુરેન્દ્રનગરમાં સતત ખનિજ ચોરી ઝડપાઈ રહી છે. જીલ્લામાં મોટા પાયે કોલસો, કપચી સહિતના ખનિજો કાઢવામાં આવી રહ્યા છે. તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે તેમ છતાં ખનિજ માફિયાઓ બેફામ બની રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક ખનિજ ચોરી જીલ્લાના સોનગઢમાંથી ઝડપાઈ છે. પ્રાંત અધિકારીએ કોલસા, જેસીબી સહિતનો અંદાજે 2 કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની અટકાયત કરી છે. પ્રાંત અધિકારીની સતત દરોડાની કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ડર વ્યાપી ગયો છે.
છેલ્લા ત્રણ દાયકાથી એક તરફી કોલસાની ખનિજ ચોરી કરતા ખનિજ માફિયાઓને ચોટીલા પ્રાંત અધિકારી જેવા બાહોશ અધિકારીનો પનારો પડતા હવે ખનિજ માફિયાઓને ખનિજ ચોરીની સૂઝ બુજ ગુમાવી ચૂક્યા છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા એક બાદ એક કોલસાના ખાણો પર મેગા દરોડા પાડી રહ્યા છે.
ત્યારે ગઈકાલે( 16 એપ્રલ) સવારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા અને તેઓની ટીમ દ્વારા સોનગઢના ખારા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણ પર ત્રાટકી હતી જેમાં ત્રણ જે.સી.બી, એક લોડર, એક કોલસો ભરેલું ડમ્પર અને મોટા પ્રમાણમાં કોલસાનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ સાથે સોનગઢના સીમ શાળા પાછળ સરકારી જમીન પર ગેરકાયદેસર કોલસાનો સ્ટોક પર જઈ આશરે બે હજારથી વધુ ટન કોલસાનો જથ્થો પણ ઝડપી લીધો હતો. બંને સ્થળેથી કુલ 2800 મેટ્રિક ટન જેટલો કોલસો ઝડપી પાડ્યો હતો. તમામ મુદ્દામાલનો અંદાજો 2 કરોડ 20 લાખ લગાવ્યો છે.
ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાની આ કાર્યવાહી ખનિજ માફિયાઓ માટે પડકાર બની છે. એચ.ટી. મકવાણા કોઈ પણ નેતાની ચાપલૂસી કર્યા વગર ખનિજ માફિરાઓ વિરુધ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. જેથી ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
ખાણોમાં ભાજપ કનેક્શનની ચર્ચા
સોનગઢ ગામના ખારા વિસ્તારમાં ચારથી પાંચ જેટલી ઓપન કટીંગ કોલસાની ગેરકાયદેસર ખાણો ચાલી રહી છે. જેમાં દરેક ખન્ના સંચાલક ગણી કે ખનિજ માફિયા આ તમામના ભાજપ સાથે ક્યાંકને ક્યાંક કનેક્શન જોડાયા હોવાની ચર્ચા છે. ત્યારે આ મુદ્દે વધુ ચર્ચા જુઓ.
આ પણ વાંચોઃ
CBI Raid: ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા
Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,
US: હવે ટ્રમ્પને તેમના માનિતા પત્રકારો જ સવાલ કરી શકશે, શું આપ્યું કારણ?
UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….