
Swami Gyanprakash Controversy Rajkot: વડતાલ સ્વામિનારયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે ખોટી ટીપ્પણી કરી ફસાઈ ગયા છે. રાજ્યભરમાં આ સ્વામીનો ભક્તોએ વિરોધ કર્યો છે અને સ્વામીના વિવાદસ્પદ નિવેદન સામે કાર્યવાહી કરવા માગ કરી છે. કારણે આ સ્વામીનારાયણના સ્વામીઓ ખોટા નિવેદનો આપી ફટાફટ માફી પણ માગી લે છે. જોકે હવે ભક્તો ઉપરછલ્લી માગવામાં આવતી માફી માફ કરવા તૈયાર નથી.
જલારામ બાપાના ભક્તોએ વીરપુર આવી માફી માગે. જો કે આજે પણ વીરપુર જઈ સ્વામીએ માફી ન માગતાં ભક્તોમાં રોષ ફાટી નિકળ્યો છે. ભક્તો આક્રમક બન્યા છે. આજે વીરપુરમાં ભક્તોએ ઉગ્ર દેખાવ કર્યો છે.
રાજકોટમાં સ્વામીનું પૂતળું બાળવાનો પ્રયાસ
ત્યારે આજે 5 માર્ચે રાજકોટમાં ભુપેન્દ્ર રોડ પર આવેલ વડતાલ તાબેના સ્વામિનારાયણ મંદિર ખાતે લોહાણા સમાજના યુવાનો વિરોધ કરવા આવી પહોંચ્યા હતા અને સ્વામી જ્ઞાનપ્રકાશના પૂતળા પર ધબ્બા મારી પૂતળું સળગાવવામાં આવ્યું હતું. સાથે તેમના ફોટાને પગ તળે કચડવામાં આવ્યા છે. જો કે તરત જ પોલીસ પહોંચી જતા પૂતળું સળગતું ઠારી વિરોધ કરી રહેલા યુવાનોની ધરપકડ કરી હતી.
જ્ઞાનપ્રકાશ સ્વામી જલારામ બાપા અંગે શું બોલ્યા હતા?
સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે.”ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં,” તેમ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું હતુ કે, “જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે ‘સ્વામી, મારું એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે, તેને પ્રસાદ મળે.’”
તેમણે કહ્યું, “જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા… ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે.” નોંધનીય છે કે, આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોને આઘાત લાગતાં રોષે ભરાયા છે.
આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન સામે વીરપુરમાં ભારે વિરોધ, બે દિવસ રહેશે સજ્જડ બંધ |Swami Gyanprakash
આ પણ વાંચોઃ સુરત: ખેડૂતોના ઉભા પાક બર્બાદ; કેનાલના ગાબડાએ સ્વપ્નો તોડ્યા કે ભ્રષ્ટાચારે
આ પણ વાંચોઃ Amreli: સિંહણે ખેડૂતને ફાડી ખાધો, વિસ્તારમાં ફફડાટ
આ પણ વાંચોઃ શેરમાર્કેટ ખુલતા જ સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને 73,500ના સ્તરે પહોંચ્યો: નિફ્ટીમાં 150 પોઈન્ટની તેજી