
- તલાટીની પરીક્ષા માટે રેવન્યૂ વિભાગે કર્યા ફેરફાર; 12 પાસની લાયકાત ખત્મ કરીને ગ્રેજ્યુએટ કરાઇ
રાજ્યમાં સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મોટા સમાચાર આવ્યા છે. આ સમાચાર એવા છે કે, ઘણા ઉમેદવારોની સ્પર્ધા ઓછી કરશે તો મોટી સંખ્યામાં ઉમેદવારોને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. રેવન્યૂ વિભાગે પોતાની જાહેરાતમાં કહ્યું છે કે, હવે બાર પાસ કરેલા વિદ્યાર્થીઓ રેવન્યૂ તલાટીની પરીક્ષા આપી શકશે નહીં. ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ જ તેમની પરીક્ષામાં ભાગ લઈ શકશે. રેવન્યુ વિભાગે સત્તાવાર નોટિફિકેશન દ્વારા ભરતીના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે.
આમ રેવન્યૂ તલાટીની પરીક્ષાને લઈને કેટલાક ઉમેદવારો માટે માઠા છે તો કેટલાક માટે સારા છે. તે ઉપરાંત અન્ય એક ફેરફાર પ્રમાણે હવે 33 વર્ષની જગ્યાએ 35 વર્ષ સુધી તમે ઉમેદવારી નોંધાવી શકશો. આમ ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.
12 પાસ ઉમેદવારો પાસેથી છીનવાઈ તક
રાજ્યમાં રેવન્યુ તલાટીની ભરતીને લઈને બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રેવન્યુ તલાટી વર્ગ-3ની ભરતી માટે ધોરણ 12 પાસની લાયકાત નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે તે ખત્મ કરી દેવામાં આવી છે. તેથી ધોરણ બાર સુધી ભણેલાઓ માટે એક તક છીનવાઈ ગઈ છે. હવેથી રેવન્યુ તલાટી માટે અરજી કરનારા સ્નાતક હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો- Starlink: ફાસ્ટ ઇન્ટરનેટ સેવા કે ‘આજા ફસાજા’ સ્કીમ?