
TamilNadu Sivakasi firecracker factory explosion: આજે મંગળવારે સવારે તમિલાનાડુના શિવકાશીમાં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 5 લોકોના કરુણ મોત થઈ ગયા છે. 4 શ્રમિકોની હાલત ગંભીર છે. જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખેસેડાયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર જ્યારે કામદારો ફટાકડા બનાવવાની પ્રક્રિયામાં રસાયણો સાથે કામ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. જોરદાર વિસ્ફોટનો અવાજ એક કિલોમીટરથી વધુ દૂર સુધી સંભળાયો હતો અને ફેક્ટરીમાંથી ભારે માત્રામાં ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
VIDEO | Tamil Nadu: An explosion at the Gokulesh Fireworks Factory in Chinnakamanpatti, near Sivakasi, in the Virudhunagar district on Tuesday morning killed five workers. Four other workers were injured in the incident. Relief and rescue operations underway.#TamilNaduNews… pic.twitter.com/oBLj2RXSIt
— Press Trust of India (@PTI_News) July 1, 2025
આ વિસ્ફોટમાં 5 શ્રમિકોના મોત થઈ ગયા છે. અને 4 શ્રમિકો ગંભીરી રીતે રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓને શિવકાશી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે અને કાટમાળ દૂર કરવાનું કામ ચાલુ છે. જેથી ખાતરી કરી શકાય કે અન્ય કોઈ કર્મચારી કાટમાળમાં ફસાયા નથી. હજુ સુધી આ ઘટના બનાવા પાછળનું કારણ બહાર આવ્યું નથી.
80 કામદારો કામ કરી રહ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને આકાશમાં ગાઢ ધુમાડો જોવા મળ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં ઓછામાં ઓછા 80 કામદારો કામ કરી રહ્યા હતા. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. તમને જણાવી દઈએ કે ભારતના 90 ટકા ફટાકડા શિવકાશીમાં ઉત્પન્ન થાય છે, તેને તમિલનાડુમાં ફટાકડાની રાજધાની પણ કહેવામાં આવે છે. મુર્ગા ચાપ ફટાકડા કંપની પણ શિવકાશીમાં છે.