
Tariff: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી બ્રાન્ડેડ દવાઓ પર ટેક્સ વધારીને 100% કરી દીધો છે હવે દવાઓ પર ટ્રમ્પના ભારે ટેક્સને લઈ સામાન્ય નાગરિકો માટે આરોગ્ય સેવાઓ મોંઘી થઈ શકે છે, ડોનાલ્ડ ટ્રમ્પે દાદાગીરીના સૂરમાં ચોખ્ખું કહી દીધું છે કે વિદેશી ફાર્મા કંપનીઓએ કાં તો પોતાની દવાઓની કિંમતો ઘટાડવી પડશે અથવા તેનું ઉત્પાદન અમેરિકામાં જ શરૂ કરવું પડશે. જે કંપનીઓ આ શરત નહીં માને, તેઓએ અમેરિકન બજારમાં દવા વેચવી હશેતો 100 ટકા ટેક્સ ચૂકવવો પડશે,આ માટે ફાર્મા કંપનીઓને 120 થી 180 દિવસનો સમય પણ અપાયો છે.
ટ્રમ્પે ટ્રેડ પોલિસીમાં કરેલા ફેરફારનું એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના અગાઉના કેટલાક ટેક્સને ગેરકાયદેસર ગણાવી તેનું રિફંડ ચૂકવવા આદેશ કરતા સરકારને 166 અબજ ડોલર રિફંડ આપવા પડ્યા હતા,આ આર્થિક નુકસાનની ભરપાઈ કરવા ટ્રમ્પ હવે આ નવો નિયમ લાવ્યા છે મતલબ કે ગમેતે રીતે ટેરીફ તો વસુલવો જ રહ્યો.
જોકે,ટ્રમ્પે સ્ટીલ, તાંબુ અને એલ્યુમિનિયમ પર ડ્યુટીમાં રાહત પણ આપી છે, પહેલા મેટલ્સ પર 50% ટેક્સ હતો, જે ઘટાડીને 25% કરાયો છે. આ પગલાથી અમેરિકાના ઉદ્યોગોને સસ્તો કાચો માલ મળી રહેશે આમ,ટ્રમ્પ ટેરીફ મામલે કઈક ને કઈક કરતા રહે છે, ભલે ને સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યા કરે પણ ટ્રમ્પ અન્ય રસ્તા શોધીને પણ ટેરીફતો લાગુ કરી પોતાની મનમાની કરવામાં સફળ રહયા છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








