
TATA company Dwarka devastation: દ્વારકામાં ટાટા કેમિકલ કંપનીનો કહેર વર્તાયો છે. કંપનીનું ગંદુ પાણી છોડતાં 12થી 13 ગામોની જમીન બગડી ગઈ છે. કૂવાના પાણી ખારા થઈ ગયા છે. જેથી અહીં ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે સરકાર પણ કડક પગલા લઈ રહી નથી. જેથી ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે. દ્વારકાના મૂળવેલ ગામના ખેડૂતો થાળી વગાડી પીપૂડાના અવાજ કરી ઊંઘતા તંત્રને જગાડી રહ્યા છે. જો કે તેમ છતાં તંત્ર એકનું બે થતું નથી.
36 હજાર કરોડની મુંબઈની ટાટા કેમિકલ્સ કંપની સામે મીઠાપુરમાં ગરીબ ખેડૂતો લડી રહ્યા છે. દ્વારકામાં ટાટાનું રુ. 12 લાખ કરોડ રુપિયાનું સામ્રાજ્ય છે.
લાલસીંગપુર ગામથી પાડલી ગામ સુધી પાઈપમાં સફેદ લેરોક્સ કાઢે છે. નાળામાં 50 વર્ષથી કંપનીનું ગંદુ પાણી જતું હતું. હવે પાઈપલાઈન નાખી ગંદુ પાણી કાઢવામાં આવે છે, અને નાળામાં તો ચાલુ જ છે. પત્થર ફાડીને ગેસ કાઢે તેમાં તેનું પાણી છોડતા ખારું ઝેર જેવું પાણી હોય છે.
દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં ટાટા કંપનીના પ્રદુષણ સામે અન્ન જળ ત્યાગ ઉતર્યા છે. ઉપવાસ આંદોલન છેડાયું છે. દેવરામ વાલા છેલ્લા 13 વર્ષથી આ કંપની સામે લડી રહ્યા છે.
ટાટા કંપનીએ દેવરા હમુસર પાડલી ભીમરાણા આરંભડા જેવા 12 ગામો ઝેરી કેમિકલ્સ પાણીથી બરબાદ થયા છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારી, મુખ્ય પ્રધાન, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને ફરિયાદ કરવા છતાં કોઈ નક્કર પગલાં કંપની વિરુદ્ધ લેવાયા નથી.
પ્રદૂષિત ઝેરી કેમિકલ્સના સેમ્પલ લેવાયા નોટિસ ફટકારી પણ ભાજપ સરકારે ફેક્ટરી ચાલુ રાખવી છે.
આ પ્રદૂષણ માટે ટાટાના રતન ટાટા અને નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રુપાણી, ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પબુભા ધારાસભ્ય માણેક જવાબદાર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
ઓખા મંડળ તાલુકામાં ટાટાના પ્રદુષણના કારણે જળ, જંગલ, જમીન, ખેડૂતોના ખેતરો, જળ સ્તર અને દરિયાની સૃષ્ટિ ખતમ થઈ છે. ટાટા 80 ટકા રોજગારીને બદલી માત્ર 10 ટકા જ રોજગારી પૂરી પાડી રહી છે. તેને રોજગારીના નિયમો પણ લાગુ પડતાં નથી.
ગૂગલ મેપમાં સેટેલાઇટની મદદથી દરિયાનો રંગ બદલાઈ ગયો હોવાનું જોઈ શકાય છે. કેમિકલ કચરાના કારણે માછીમારીનો ધંધો ધોવાઈ ગયો હોવાથી હજારો લોકો બરબાદ થયા છે.
ઓખા મંડળ તાલુકામાં મહાકાય ઉદ્યોગોના કારણે 15 હજાર નાગરિકો પાયમાલ થયા છે. ટાટા કેમિકલ દ્વારા ખેતરોમાંથી ગેરકાયદેસર ખારા પાણીની પાઇપલાઈન પસાર કરવામાં આવી છે. પાઇપલાઈનમાં ગાબડાં પડતા ખેતરોમાં પ્રદૂષિત પાણી ફરી વળતા ખેતી બરબાદ થઈ રહી છે. ટાટાનું કેમિકલ વેસ્ટ દરિયામાં નિકાલ કરાતુ હોવાથી દરિયાઈ સૃષ્ટિ સમાપ્ત થઇ રહી છે.
મૂળવેલ, રાજપરા, પોષીત્રા, સામળાશા, અમ્રોસર, પાડલી, ભીમરાણા, અરાંભળા, મેરીપર, લોહારી, ધ્રેવાળ ગામોમાં વિનાશ જેવા દ્રશ્યો સર્જાયા છે.
દુનિયા જેને દાનેશ્વરી માને છે તે રતન ટાટાના કારણે 8થી 10 હજાર વીઘા જમીન ખરાબ થઈ ગઈ છે. ચેરના જંગલો સાફ થયા, સેંકડો એકરમાં ગાંડા બાવળ બળી ગયા છે. પાડલી ગામની 48 હેક્ટર ગૌચરની જમીન ખારી થઈ ગઈ છે. ત્યારે લોક માગ ઉઠી છે કે ટાટા કંપની દ્વારા છોડાતા દોષિત પાણીનો નિકાલ કરી ન્યાય આપવામાં આવે.
આ પણ વાંચોઃ
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા
Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો