
Amreli Rape Case: ગુજરાતમાં વારંવાર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. જે હવે અટકવાનું નામ જ નથી લઈ રહી. અમેરેલી જીલ્લામાં જીવનનો સાચો માર્ગ બતાવનાર ગુરુ જ હશખોર નિકળ્યો છે. અમરેલી(Amreli) જીલ્લાની એક શાળાના શિક્ષક બે વિદ્યાર્થિનીઓને દારુ પીવડાવી દુષ્કર્મ(Rape) ગુજારતા ચકચાર મચી ગઈ છે.
આરોપ લાગ્યા છે કે શિક્ષકે વિદ્યાર્થિનીઓને શરદીની દવા છે કહી દારુ પીડાવ્યો હતો. ત્યારબાદ બાળકીઓને નશો થયો હતો. જેનો લાભ શિક્ષક મહેન્દ્ર પટેલે લઈ 2 બાળકીઓને હવશનો શિકાર બનાવી છે. હાલ આરોપી શિક્ષકને પોલીસે ઝડપી લીધો છે.
નરાધમ શિક્ષકે ધોરણ 4મા ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની છે.
આ ઘટના બાદ વાલીઓમાં રોષ ભભૂક્યો છે. શિક્ષક વિરુધ્ધ કાર્યવાહી કરવા ઉગ્ર માગ કરી છે. હાલ અમરેલી તાલુકા પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.
જે શાળામાં આ ઘટના બની છે ત્યા 1થી 5 ધોરણમાં માત્ર 17 વિદ્યાર્થીઓ ભણે છે. અહીં નરાધમ શિક્ષક સિવાય એક પ્રિન્સપાલ પણ ફરજ બજાવે છે. પ્રિન્સિપાલ ન હોય ત્યારે આ મહેન્દ્ર પટેલ નામનો શિક્ષક બાળકીઓ સાથે અડપલા પણ કરતો હતો. જે ઘણીવાર વાલીઓ પણ જોઈ ગયાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચોઃ Surat Fire: સુરતના વેપારીઓને મદદ કરવા કિશોર કનાણીએ CMને પત્ર લખ્યો
આ પણ વાંચોઃ Ambaji: અંબાજીમાં રોપ વે 6 દિવસ બંધ, પગથિયા ચઢીને જવું પડશે
આ પણ વાંચોઃ Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?