
Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં એક સગીર વય(Teen Girl)ની પ્રેમિકાએ પોતાના મિત્ર સાથે પોતાના ઘરે ચોરી કરી છે. જે મામલે પોલીસે આરોપી સગીર અને તેના મિત્રની ધરપકડ કરી છે.
બે વર્ષ પૂર્વે આવ્યા હતા સંપર્કમાં
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને સાથે મળીને ફરવા ફરવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી ચોરી કરી હતી. સગીર અને તેનો મિત્ર ઋતુરાજ ચાવડાને બે વર્ષ પહેલાં રિવરફ્રન્ટ પર નવરાત્રી દરમિયાન સંપર્કમાં આવ્યા હતા. સગીરા ધોરણ 12માં અભ્યાસ કરે છે, જ્યારે યુવક સેલ્સમેન તરીકે કામ કરે છે.
બંને વચ્ચે નીકટતા વધતી ગઈ અને ગાઢ મિત્રતા બંધાઈ હતી. સમય જતા બંને એકસાથે અવારનવાર ફરવા પણ જતા પરંતુ બંનેને ફરવા ફરવા માટે પૈસાની વધારે જરૂરિયાત હોવાના કારણે બંને મળીને સગીરાના ઘરે જ ચોરીનો પ્લાન બનાવ્યો.
પાસપોર્ટ અને ગન લાયસન્સ સહિત કરી હતી ચોરી
થોડા સમય પહેલા જ બોપલ ક્લબ ઓ સેવન પાસે સગીરાના ઘરે જ લોકરની ચોરી કરી હતી, જેમાં સોના ચાંદીના દાગીના, પાસપોર્ટ અને ગન લાયસન્સ સહિત સોના ચાંદીના દાગીના, જીવતા કારતૂસ મળી કુલ 1.56 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. ચોરી બાબતે સગીરાના ઘરે પરિવારજનોએ તપાસ કરી પરંતુ કોઈ ભાળ મળી નહીં, સીસીટીવી ફૂટેજ તપાસતા તેમને પોતાની દીકરી પર જ શંકા ગઈ અંતે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સગીરા સાવકી માતા સાથે રહેતી
અંતે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સગીરા અને તેના મિત્ર ઋતુરાજ ચાવડા નામના યુવકની ધરપકડ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સગીર પોતાની સાવકી માતા સાથે રહેતી હતી. સાવકી માતાએ જ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં એ પણ સામે આવી છે કે આરોપી સગીરા અને તેનાં મિત્રે લોકર ચોરી કર્યા બાદ મુદ્દામાલ કાઢીને લોકર વાસણા બેરેજમાં ફેંકી દીધી હતી. બોપલ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ અગાઉ સગીરા અને તેના મિત્ર એ ચોરી કરી હતી કે કેમ કે તે અંગે તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્ય Dysp નીલમ ગોસ્વામીએ ઘટના આ મામલે શું કહ્યું?
આ પણ વાંચોઃ RAJKOT: ધોરાજી પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ