
Telangana: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) સુરંગમાં છેલ્લા 48 કલાકથી 8 મજૂરો ફસાયા છે. ફસાયેલા લોકોમાં બે એન્જિનિયર પણ છે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF), અગ્નિશમન સેવા વિભાગ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ની ત્રણ ટીમો બચાવ કામગીરી માટે ભારે જહેમત ઉઠાવી રહી છે. કરી રહી છે. આ ટનલ સિંચાઈના પાણી માટે બનાવવામાં આવી રહી છે.
સિલ્ક્યારા ટીમની લેવાઈ મદદ
ઉલ્લેખનીય છે કે 2023 માં ઉત્તરાખંડમાં આવી જ રીતે એક ટનલ શ્રમિકો ફસાઈ ગયા હતા. તે તમામને સિલ્ક્યારા ટીમે જીવિત બહાર કઢાયા હતા. ત્યારે આજ ટીમના 6 લોકોએ અહીં SLBC ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે બોલાવવમાં આવ્યા છે. શનિવાર રાતથી બે એન્જિનિયર સહિત 8 લોકો સુરંગમાં ફસાયેલા છે. અત્યાર સુધી ટનલમાં ફસાયેલા કોઈપણ વ્યક્તિ સાથે કોઈ સંપર્ક થયો નથી. જેથી પરિવારોમાં પણ ચિંતાનો મહોલ છવાયો છે.
ફસાયેલા લોકોને રેસ્કયૂ કરવામાં કેમ પડી રહી છે મુશ્કેલી?
તેલંગાણા સુરંગમાં બચાવ ટીમ માટે કાંપ અને પાણી એક મોટો પડકાર ઉભો કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ટનલના કોંક્રિટ સ્લેબના ટુકડા સહિતનો કાટમાળ 8 કામદારો પર પડ્યો હશે. તેમના જીવ ભાગ્યે જ બચ્યા હશે. તેવું માનવામાં આવી રહ્યું છે. હજુ સુધી રેસક્યૂ ટીમો ફસાયેલા લોકોનો સંપર્ક કરી શકી નથી. કાંપ અને પાણીના બેવડા અવરોધને કારણે, ટીમો ટનલ બોરિંગ મશીન અને કાટમાળ સાથે આગળ વધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સિંચાઈ વિભાગના અધિકારીએ શું કહ્યું?
સિંચાઈ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે 8 કર્મચારીઓ જ્યાં ફસાયા હોવાની આશંકા છે ત્યાં માંડ 5 થી 10 મીટર જગ્યા બાકી હતી. તેમણે વધુમાં કહ્યું, ‘તેલંગાણા સરકારે ઉત્તરાખંડ ટનલ રેસ્ક્યૂ ટીમને રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરવા માટે બોલાવી છે, કારણ કે તેમની પાસે કુશળતા છે.’ અમને આશા છે કે દરેકનો જીવ બચી જશે.
ટનલની ઉપરની જમીન 400 મીટર અથવા લગભગ અડધો કિલોમીટર ઊંચી છે. બચાવ કામગીરીમાં સામેલ એજન્સીઓ ફસાયેલા કામદારો માટે સૌથી સરળ રસ્તો શોધવા માટે તમામ શક્ય વિકલ્પો શોધી રહી છે. સિલ્ક્યારા ટનલ અકસ્માતની જેમ, આ ઘટનાએ પણ ટનલ બાંધકામ પ્રોજેક્ટ્સમાં સલામતી સામે સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચોઃ Surat: વરાછામાંથી દેહવિક્રયનો પર્દાફાશ, કૂટણખાનું ચાલાવનાર મહિલાની ધરપકડ
આ પણ વાંચોઃ Praful Pansheriya: TET-TAT ઉમેદવારોના હલ્લાબોલ બાદ શિક્ષણમંત્રી પાનસેરિયાએ મૌન તોડ્યું, 24,700 શિક્ષકોની…
આ પણ વાંચોઃ Ahmedabad: પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવા બાબતે ખોખરામાં પથ્થરમારો, જાણો ઘટના!