
Kota Srinivasa Rao Pass away: તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતા અને પૂર્વ ભાજપ ધારાસભ્ય કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે આ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમણે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સના ફિલ્મનગર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુના સમાચારથી તેલુગુ ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓએ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ભજવેલી ભૂમિકાઓ અવિસ્મરણીય
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક વ્યક્ત કર્યો અને લખ્યું, “પોતાની વિવિધ ભૂમિકાઓથી ફિલ્મ દર્શકોનો પ્રેમ જીતનારા પ્રખ્યાત અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન દુઃખદ છે. લગભગ 4 દાયકા સુધી ફિલ્મ અને થિયેટર ઉદ્યોગ માટે તેમની કલાત્મક સેવા અને તેમણે ભજવેલી ભૂમિકાઓ અવિસ્મરણીય છે. ખલનાયક અને પાત્ર કલાકાર તરીકેની તેમની ઘણી મીઠી ભૂમિકાઓ હંમેશા તેલુગુ દર્શકોના હૃદયમાં રહેશે. તેમનું નિધન તેલુગુ ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. તેમણે 1999 માં વિજયવાડાથી ધારાસભ્ય પદ જીતીને લોકોની સેવા કરી. હું તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.”
તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને ટ્વિટર પર લખ્યું, “દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન એક આઘાત છે. ફિલ્મ ઉદ્યોગને એક ખોટ પડી છે. ભલે કોટા હવે આપણી વચ્ચે નથી, પણ તેઓ તેમની વૈવિધ્યસભર ભૂમિકાઓથી તેલુગુ લોકોના હૃદયમાં હંમેશા અંકિત રહેશે. હું તેમના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું, ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.”
રવિ કિશને ટ્વિટર પર લખ્યું, “તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પીઢ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. તેમની અદ્ભુત અભિનય પ્રતિભા હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને શક્તિ આપે.”
કોટા શ્રીનિવાસ રાવના અંતિમ સંસ્કાર
Megastar @KChiruTweets garu pays his last respects to Late Actor #KotaSrinivasaRao garu pic.twitter.com/p6K0e4CoiS
— Ramesh Bala (@rameshlaus) July 13, 2025
અભિનેતાના અંતિમ સંસ્કાર સમયે, મેગાસ્ટાર ચિરંજીવીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે રાવના પાર્થિવ શરીર પર લાલ ગુલાબનો હાર ચઢાવ્યો. તેમણે તેમના ચિત્ર સામે માથું નમાવ્યું અને અભિનેતાના સંબંધીઓ અને પરિવારને મળ્યા.
અર્જુનથી લઈને ચિરંજીવી સુધીના સુપરસ્ટાર સાથે કામ કર્યું
કોટા શ્રીનિવાસ રાવ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં એક જાણીતું નામ હતું. તેમણે 1978 માં તેલુગુ ફિલ્મ ‘પ્રણમ ખારીડુ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે 750 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની શાનદાર અભિનય ક્ષમતાથી દર્શકોના દિલ જીતી લીધા. તેમની વૈવિધ્યસભર ભૂમિકાઓ, ખાસ કરીને ખલનાયક અને પાત્ર ભૂમિકાઓ, તેલુગુ સિનેમાના દર્શકો માટે હંમેશા યાદગાર રહેશે.
તેમણે અલ્લુ અર્જુનથી લઈને ચિરંજીવી સુધીના સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. તેમણે 2015 માં પદ્મશ્રી અને ભારતીય સિનેમામાં તેમના અજોડ યોગદાન માટે નવ નંદી પુરસ્કારો સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજકારણમાં પ્રવેશ
અભિનય ઉપરાંત કોટા શ્રીનિવાસ રાવે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો હતો. તેઓ 1990 ના દાયકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા અને 1999 માં વિજયવાડા પૂર્વથી આંધ્ર પ્રદેશ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમના પ્રદેશના લોકોની સેવા કરવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હોવાનું કહેવાય છે.
આ પણ વાંચોઃ
પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું
Bhavnagar: મનપાના નબળા આયોજનથી જનજીવન અસ્તવ્યસ્ત, લોકો રોષે ભરાયા
Language Controversy: મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા બાબતે વધુ એક રિક્ષાચલાકને ઢોર માર મરાયો
TamilNadu: ડીઝલ ભરેલી માલગાડીમાં ભીષણ આગ , આકાશમાં ધુમાડો છવાઈ ગયો, ઘણી ટ્રેનો રદ
Bhavnagar: સિન્ધુનગરમાં મેલડી માતાના મંદિરમાં ફરી ચોરીની ઘટના, દાનપેટી લઈ તસ્કર ફરાર
Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી