Tesla: અમેરિકામાં ટેસ્લાની કારને લોકો આગ લગાવી રહ્યા છે, જાણો કારણ?

  • World
  • March 28, 2025
  • 0 Comments

Tesla:  લોકો હવે અમેરિકામાં ટેસ્લાની કારમાં આગ ચાંપી રહ્યા છે. લોકો એલોન મસ્ક વિરુધ્ધ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. જ્યારથી ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી એલોન મસ્કને વધુ જવાબદારીઓને છૂટ આપવામાં આવી રહી છે. જેનો ગુસ્સો લોકો એલોન મસ્કની કારને સળગાવીને કરી રહ્યા છે.

પોલીસે અમેરિકામાંથી લાસ વેગાસમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેણે ટેસ્લા કારમાં આગ લગાડી અને તોડફોડ કરી છે. આરોપીની ઓળખ પોલ હેઓન કિમ (ઉ.વ.36 વર્ષ) તરીકે થઈ છે. આરોપીએ ટેસ્લા કાર પર ગોળીબાર કર્યો હતો. ઉપરાંત ટેસ્લાના શોરૂમના કાચ પર ‘જાતિવાદી’ લખેલું હતું. આરોપી યુવકે 18 માર્ચે ટેસ્લાના સર્વિસ સેન્ટર પર હુમલો કર્યો હતો. તે બાદ આરોપીને લાશ વેગાસમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.

કાર પર ગોળીબાર અને પેટ્રોલ બોમ્બ ફેંકવાના આરોપો

કિમ પર આગ લગાડવાનો, વિસ્ફોટકો રાખવાનો અને વાહન પર ગોળીબાર કરવાનો આરોપ છે. કિમ પર ગેરકાયદેસર હથિયારો રાખવાનો પણ આરોપ છે. આરોપીને આજે લાસ વેગાસની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે આરોપીએ ટેસ્લાની કાર પર પેટ્રોલ બોમ્બ અને અન્ય જ્વલનશીલ પદાર્થો ફેંક્યા હતા. આ પછી તેણે ગાડીઓ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. હાલ પોલીસે આ ઘટના બાદ વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની હિસ્ટ્રી તપાસમાં આવી રહી છે.

અમેરિકામાં ટેસ્લાને નિશાન બનાવવામાં આવી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં ટેસ્લાની કાર અને તેના શોરૂમ અને સર્વિસ સેન્ટરો સમગ્ર અમેરિકામાં નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સત્તામાં આવી ત્યારથી ટ્રમ્પે સરકારી કાર્યક્ષમતા વિભાગની જવાબદારી એલોન મસ્કને સોંપી છે ત્યારથી એલોન મસ્કની કંપની ટેસ્લાની કારને નિશાન બનાવવામાં આવી રહી છે. હકીકતમાં મસ્કે સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા હોવા છતાં, ફેડરલ સરકારી ખર્ચ ઘટાડવા માટે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓને કાઢી મૂક્યા હતા, જેના કારણે લોકો મસ્કથી ગુસ્સે છે અને ગુસ્સામાં ટેસ્લા કારને નિશાન બનાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Gandhinagar: આરોગ્યકર્મીઓ હડતાળ સમેટે તો ચર્ચા કરીશુંઃ આરોગ્યમંત્રી, 2200 કર્મીઓ સસ્પેન્ડ

આ પણ વાંચોઃ Ahmedabad: હરિયાણાથી પોલીસકર્મીઓના મૃતદેહ વતન લવાયા

આ પણ વાંચોઃ Ahmedabad: ચાંદખેડામાં કાર AMTS બસની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ, એકનું મોત

આ પણ વાંચોઃ Ahmedabad: વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં પ્રદર્શન કરતાં NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Related Posts

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી
  • August 5, 2025

Trump threat: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે વેપાર યુદ્ધને વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત પર ખૂબ મોટા પાયે નવા ટેરિફ લાદવામાં આવશે…

Continue reading
Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?
  • August 5, 2025

Russia Ukraine war: એક બાજુ તો રશિયા અને અમેરિકા યુક્રેનના યુદ્ધમાં સંપૂર્ણ રીતે ભાગ લઈ રહ્યું હોય તેવું લાગે છે. તે વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 8 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 22 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 25 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 13 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 30 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 30 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?