
અમદાવાદમાં કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન્સ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત ‘પ્રોપર્ટી શો GUJCON’ યોજાઈ રહ્યો છે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું છે. પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. જંત્રી વધારા અંગે કહ્યું હતું કે ચિંતા ના કરશો. 10 લાખથી લઈને 50 લાખ સુધીના મકાન બને એવું આપણે કરવા માગીએ છીએ. આમ તેમણે જંત્રીમાં સરકાર રાહત આપશે એવો સંકેત પણ આપી દીધો છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું જંત્રી અંગે જે સરળ રસ્તાઓ હશે તે અપનાવામાં આવશે. આ નિવેદન બાદ બિલ્ડરોએ રાહતના શ્વાસ લીધા છે. કારણે કે સરકારે જાહેર કરેલા ત્રણ ઘણા જંત્રી દરોમાંથી રાહત મળી શકે છે. જ્યારથી સરકાર દ્વારા નવા જંત્રી દર જાહેર કરાયા હતા ત્યારથી બિલ્ડરોમાં ઉહાપોહ હતો.
આ સમાચાર પણ વાંચોઃ કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકો; રાપર નજીક નોંધાયું કેન્દ્ર બિંદુ