
Narendra Modi: એક સમયના પાક્કા મિત્રો ગણાતા પ્રવીણ ભાઈ તોગડિયા, RSS પ્રચારક સંજય વિનાયક જોશી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે એવું તે શું થયું કે તેઓ અલગ થઈ ગયા અને જેમનો એક સમયે દબદબો હતો તેઓ સાઈડ લાઈન થઈ ગયા.
તે એક સમય હતો જ્યારે નરેદ્ર મોદી અને પ્રવીણ ટોગડીયા ઘણીવાર ગુજરાતના રસ્તાઓ પર એક જ સ્કૂટર પર જોવા મળતા હતા નરેન્દ્ર ભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2002 માં ગોધરા ટ્રેન કાંડ ઘટના બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા ત્યાં સુધી બધું બરાબર હતું.
ત્યારબાદ રાજકીય મતભેદો ઉભા થવા લાગ્યા અને ગુજરાતમાં મંદિરોનો ધ્વંસ હોય જે રસ્તાના બાંધકામમાં અવરોધરૂપ હતા કે વિકાસમાં, કે પછી અન્ય સંઘર્ષો થવા લાગ્યા.
ગુજરાત પોલીસે VHP કાર્યકરો સાથે વધુ કડક વર્તન કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે, પ્રવીણભાઈ પણ ટીકાકાર બનવા લાગ્યા અને ત્યારેજ બંને વચ્ચે અંતર આવવા લાગ્યું અને પછી નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે તોગડિયાએ રામ મંદિર, રોજગાર, ખેડૂતો અને ગાય સંરક્ષણ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર પ્રહારો ચાલુ રાખ્યા અને અંતર વધતું જ ગયું અને આજ અરસામાં ગુજરાત અને રાજસ્થાન સાથે જોડાયેલા બે કેસમાં તોગડિયાનું નામ સામે આવ્યું અને એક જૂના કેસમાં, તોગડિયાને તેમના સમર્થકો સાથે કોર્ટમાં જવું પડ્યું હતું.
આજ અરસામાં રાજસ્થાન પોલીસ પણ તેઓને શોધતી હતી આમ ચારેબાજુથી ભીંસ ઉભી થઇ તેમાં પણ ભાજપ તોગડિયા પાછળ પડી હોવાના આક્ષેપ લાગ્યા હતા.
આ વિવાદો વચ્ચે અચાનક તે દિવસોમાં પ્રવીણ તોગડિયાના ગુમ થવાની મેટર પણ ખૂબ ચાલી હતી અને તોગડીયા સતત પરેશાન રહ્યા આ બધા વચ્ચે સમયના નજીકના મિત્ર, PM મોદી, આ પાછળ પડ્યા હોવાની ખૂબ ચર્ચા ચાલી હતી ત્યારે RSSના ઈશારે પ્રવીણ પ્રવીણ તોગડિયાની વિદાય કરી દેવામાં આવી હતી અને તેમાં સંઘ રાષ્ટ્રીય સ્વંય સેવક (આરએસએસ)ની ભૂમિકા નિર્ણાયક રહી હોવાનું ચર્ચાય છે.
છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવીણ તોગડિયા નરેન્દ્ર મોદી સામે વાકયુદ્ધમાં તલવાર મ્યાન કરી રહ્યા નહોતા પરિણામે નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતું આરએસએસનું એક જૂથ પ્રવીણ તોગડિયાથી નારાજ હતું અને આખરે તેઓ સાઈડ લાઈન થઈ ગયા હોવાની વાત ચર્ચામાં રહી હતી.
આ અંગે વસ્તુત છણાવટ કરી રહયા છે શ્રી દિલીપ ભાઈ પટેલ જે વિડીયો જોવાનું ચૂકશો નહિ
પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!




