
Akashdeep sad: ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડના એજબેસ્ટન મેદાન પર ક્યારેય ટેસ્ટ મેચ જીતી ન હતી. પરંતુ હવે તેનો અંત આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર ઈંગ્લેન્ડ સામે 336 રનનો રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે. ભારતની જીતમાં ઘણા ખેલાડીઓએ ફાળો આપ્યો હોવા છતાં આકાશદીપની બોલિંગે બધાનું દિલ જીતી લીધું. તેણે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં કુલ 10 વિકેટ લીધી. જો કે આ જીત પછી આકાશદીપ દુઃખી છે. કારણ કે તેની બહેનને ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમી રહી છે.
‘મારી ચિંતા ના કરો…’

આકાશદીપની બહેન જ્યોતિ સિંહે કહ્યું, “ભારત માટે ગર્વની વાત છે કે તેણે 10 વિકેટ લીધી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા અમે તેને મળવા એરપોર્ટ ગયા હતા. મેં તેને કહ્યું કે હું બિલકુલ ઠીક છું, મારી ચિંતા ન કરો. દેશનું ભલું કરો. હું કેન્સરના ત્રીજા તબક્કામાં છું. ડૉક્ટરે કહ્યું છે કે સારવાર 6 મહિના સુધી ચાલુ રહેશે અને પછી જોઈશું.” તેણે વધુમાં કહ્યું “જ્યારે આકાશ વિકેટ લે છે ત્યારે અમને ખૂબ આનંદ થાય છે. જ્યારે પણ તે વિકેટ લે છે, ત્યારે અમે બધા તાળીઓ પાડવા અને બૂમો પાડવાનું શરૂ કરીએ છીએ.”
10 વિકેટ લેવાનો શ્રેય બહેનને આપ્યો
આકાશે 10 વિકેટ લેવાનો શ્રેય તેની બહેનને આપ્યો છે. જે અંગે તેની બહેને વાત કરતાં કહ્યું કે “મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. તેણે પોતાના જીવનનું શ્રેષ્ઠ પ્રદર્શન મને સમર્પિત કર્યું. તે શરૂઆતથી જ મારી ખૂબ નજીક છે. તે હંમેશા કહે છે કે હું અહીં છું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ જે રીતે આકાશ ભાવુક થઈ ગયો અને મારા માટે આ કહ્યું અને તેને સમર્પિત કર્યું, તે મારા માટે ખૂબ જ મોટી વાત છે.”
આકાશદીપની બહેને કહ્યું, “જ્યારે IPL ચાલી રહી હતી અને તે લખનૌ ટીમ માટે રમી રહ્યો હતો, ત્યારે મને કેન્સરની સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ત્યારે પણ, તે મેચ પહેલા કે પછી મને મળવા આવતો હતો.”
આકાશદીપને શું ખાવાનું ગમે છે?
આકાશદીપની બહેને કહ્યું, “કેન્સર હોવાની જાણ થતાં આકાશે કહ્યું હતું કે હવે કેન્સર સારવાર ઉપલબ્ધ છે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તે હંમેશા મેચ પહેલા અને પછી ઘરે વીડિયો કોલ કરે છે. જ્યારે પણ આકાશ અહીં આવે છે, ત્યારે હું તેના માટે જમવાનું બનાવું છું. તેને મારા બનાવેલા દહીં-વડા ગમે છે અને તેને લીલા શાકભાજી ગમે છે. જ્યારે પણ તે આવે છે, ત્યારે તે મને આ બધું બનાવવાનું કહે છે.”
આ પણ વાંચોઃ
Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?
Bomb Threat: વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, મચ્યો હડકંપ
10 કરોડના બલુનનો હિસાબ હજુ નરેન્દ્ર મોદીએ આપ્યો નથી!, જાણો વધુ | Balloon
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે