
ગુજરાતમાં દારુ બંધી હોવા છતાં મોટા માત્રામાં દારુ ઝડપાઈ રહ્યો છે. શામળાજી બોર્ડર નજીકથી ટ્રક ફર્નિચરની આડમાં લઈ જવાતો મોટી માત્રામાં વિદેશી દારુ પોલીસે ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. ત્યારે વિદેશી દારૂના કેસમાં ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. શામળાજી પોલીસે ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂ કબજે કર્યો છે. 24 કલાકમાં આ દારુ ભરેલી ત્રીજી ટ્રક ઝડપાઈ છે.
લાખો રુપિયાનો દારુ કબ્જે કરાયો
અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી રૂ.13.22 લાખની કિંમતનો 4200 નંગ બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો છે. ફર્નિચરની વસ્તુઓની આડમાં દારૂની હેરફેર કરવામાં આવતી હતી. આરોપીએ જણાવ્યું કે તે હરિયાણાથી મુંબઈ ભિવંડી લઈ જઈ રહ્યો હતો.
આજ બોર્ડરથી અગાઉ બે ટ્રક ઝડપાઈ હતી
આ પહેલા અહીંથી જ દારુ ભરેલી બે ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી લાકડાના બોક્સની આડમાં અને પ્લાસ્ટિકના દાણાના કટ્ટાની આડમાં બે ટ્રકમાં લઇ જવાતો 44,11, 398ની વિદેશી દારૂની પેટી નંગ 519 ઝડપી હતી. શામળાજી પોલીસે એક જ દિવસમાં વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ કબજે લઈ રાજસ્થાનના બંને ટ્રક ચાલકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હવે ત્રીજ ટ્રક ઝડપાતાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.